Book Title: Jyotish Karandakam
Author(s): Parshvaratnasagar
Publisher: Omkarsuri Aradhana Bhavan

View full book text
Previous | Next

Page 426
________________ अधिकार ओगणीसमो - अमावस्या-पूर्णिमा-चन्द्रनक्षत्रयोग ३९३ કલ્યોજમાં ૯૩ ઉમેરવા દ્વાપરમાં ૬૨, તેત્રોજમાં ૩૧ અને કૃતયુગ્મમાં પ્રક્ષેપ નથી. /૩૫૭-૩૫૮ | શેષનો અર્ધ કરી ૩૦થી ગુણી ૬રથી ભાગતાં જે આવ્યું તેટલા દિવસના મુહૂર્તી જતાં તે પર્વ સમાપ્ત જાણવું. l૩૫૯ ટીકાર્થ : પર્વરાશિને ૪થી ભાગતાં જો ૧ શેષ રહે છે તો તે રાશિ કલ્યોજ કહેવાય છે. બે શેષ રહેતાં દ્વાપર યુગ્મ, ત્રણ શેષ રહેતા તેત્રોજ, ચાર શેષ રહેતાં કૃતયુગ્મ, કલ્યોજ રૂપ રાશિમાં ૯૩ પ્રક્ષેપ રાશિ, દ્વાપર યુગ્મમાં ૬૨, તેત્રોજમાં ૩૧ તથા કૃતયુગ્મમાં પ્રક્ષેપ નથી. આ રીતે પ્રક્ષિપ્ત પ્રક્ષેપ પર્વરાશિઓ હોતે છતે ૧૨૪થી ભાગ કરવો જે શેષ રહે તેનો વિધિ પ્રક્ષિપ્ત-પ્રક્ષેપ પર્વરાશિનો ૧૨૪થી ભાગ કરતાં જે શેષ રહે તેના અડધા કરવા અને કરીને ૩૦થી ગુણવા અને ગુણીને તેનો ૬૨થી ભાગ કરવો, ભાગ કરતાં જે પ્રાપ્ત થયું તે મુહૂર્તા જાણવા અને લબ્ધશેષને મુહૂર્ત ભાગો જાણવા તેથી એ રીતે પોતાના શિષ્યોને પ્રરૂપણા કરવી. વિવક્ષિત પર્વ ચરમ અહોરાત્રમાં સૂર્યોદયથી તેટલા મુહૂર્તી અને તેટલા મુહૂર્ત ભાગોને પસાર કરીને સમાપ્ત થયું. આ કરણગાથા અક્ષરાર્થ છે. ભાવના આ રીતે કરવી - પ્રથમ પર્વ ચરમ અહોરાત્રમાં કેટલા મુહૂર્તો પસાર કરીને સમાપ્ત થયું એ જાણવા ૧ ધારવો. આ કલ્યો રાશિ છે એટલે એમાં ૯૩ ઉમેરતાં ૯૪ થયા એનો ૧૨૪થી ભાગ કરવો તે ભાગ થતો નથી. રાશિ અલ્પ છે તેથી યથાસંભવ કરણલક્ષણ કરવું ત્યાં ૯૪ના અડધા કરવા એટલે ૪૭ થયા તેને ૩૦થી ગુણતાં ૧૪૧૦ થયાં. તેનો ૬૨થી ભાગ કરતા ૨૨ મુહૂર્તો આવ્યા. શેષ ૪૬ રહ્યા ત્યારબાદ છેઘ-છેદક રાશિને 7 થી છેદ કરવો એટલે ૩૩ ભાગ આવ્યા અર્થાત્ પ્રથમ પર્વ ચરમ અહોરાત્રમાં ૨૨ મુહૂર્ત ૩૩ ભાગ પસાર કરીને પૂરું થયું. હવે બીજું પર્વ જાણવું છે એટલે ૨ ધારવા તે દ્વાપરયુગ્મ છે એટલે એમાં ૬૨ ઉમેરવા એટલે ૬૪ થયા. તેનો ૧૨૪થી ભાગ થતો નથી એટલે અડધા કરવા એટલે ૩૨થયા તેને ૩૦થી ગુણતાં ૯૬૦ તેનો દુરથી ભાગ કરતાં ૧૫ આવ્યા પાછળ ૩૦ વધ્યા, છેલ્વે-છેદકને 5 થી છેદ કરતાં ૧૫ આવ્યા. અર્થાત્ બીજું પર્વ ચરમ અહોરાત્રમાં ૧૫ મુહૂર્ત Y ભાગ પસાર કરીને પૂર્ણ થયું. ત્રીજું પર્વ જાણવા ૩ ધારવા આ તેત્રીજ છે એટલે એમાં ૩૧ ઉમેરતાં ૩૪ થયા. તેનો ૧૨૪થી ભાગ થતો નથી એટલે અડધા કરતાં ૧૭ થયા તેને ૩૦થી ગુણતાં ૫૧૦ થયા તેનો દુરથી ભાગ કરતા ૮ આવ્યા. શેષ ૧૪ રહ્યા છેદ્યછેદકને 1 થી છેદ કરતાં

Loading...

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466