________________
३८६
ज्योतिष्करण्डकम्
શેષ ૧૮ મુહૂર્ત રહ્યા તથા ઉપર : ભાગ રહ્યા. અર્થાત્ – બીજું પર્વ મઘા નક્ષત્ર પછી આવતા પૂર્વાફાલ્યુની નક્ષત્રના ૧૮ મુહૂર્ત તથા : ભાગો ભોગવીને સમાપ્ત થયું.
ચોથું પર્વ જાણવા માટે ઉક્ત ધ્રુવરાશિને ૪થી ગુણવો એટલે કે ૧૪,૨૨ X ૪ = પ૬ અહોરાત્ર, ૨૨ x ૪ = ૮૮ મુહૂર્ત તથા ભાગો ત્યાં ૯૨નો ૩૧થી ભાગ કરતાં ર આવ્યા. તેને મુહૂર્ત રાશિમાં ઉમેરતા ૮૮ + ૨ = ૯૦ મુહૂર્ત થયા ઉપર ૩૦ ભાગ શેષ રહ્યા. પ૬ દિવસોમાંથી ૮ દિવસો પુષ્યના શુદ્ધ છે. શેષ ૪૮ દિવસો રહ્યા તથા ૯૦માંથી ૨૪ મુહૂર્તી શુદ્ધ છે શેષ ૬૬ મુહૂર્તી રહ્યા. ૪૮માંથી ૬ અહોરાત્રો અશ્લેષાના શુદ્ધ છે શેષ ૪૨ દિવસો રહ્યા. અને ૬૬ મુહૂર્તમાંથી ૨૧ મુહૂર્તી શુદ્ધ છે, પાછળ ૪૫ મુહૂર્તી રહ્યા. પછી ૪૨ અહોરાત્રમાંથી ૧૩ દિવસો મઘાના શુદ્ધ છે, પાછળ ૨૯ દિવસો રહ્યા તથા ૪પ મુહૂર્તમાંથી ૧૨ મુહૂર્તી શુદ્ધ છે શેષ ૩૩ મુહૂર્તો રહ્યા. પછી ૨૯ અહોરાત્રમાંથી ૧૩ દિવસો ફાલ્યુનીના શુદ્ધ છે. શેષ ૧૬ દિવસો રહ્યા તથા ૩૩ મુહૂર્તમાંથી ૧૨ મુહૂર્તે શુદ્ધ છે. શેષ ૨૧ મુહૂર્ત રહ્યા. હવે પાછળ આવેલા ઉત્તરાફાલ્યુની નક્ષત્રના ૧૬ દિવસ ૨૧ મુહૂર્ત ભોગવીને તથા ૧ મુહૂર્તના ૩૦ ભાગો ભોગવીને ચોથું પર્વ સમાપ્ત થયું.
એમ, શેષ પર્વોમાં પણ સૂર્યનક્ષત્રની ભાવના કરવી પરંતુ, જ્યાં સુધી ઉત્તરા ફાલ્યુની નક્ષત્ર શુદ્ધ થતું નથી ત્યાં સુધી પુષ્યસંબંધિ શોધનક શોધીને પછી ૧-૧ નક્ષત્ર બાદ કરવું અને ઉત્તરાફાલ્યુની નક્ષત્ર શુદ્ધ થતાં ગાથામાં કહેલ શોધનક શોધવું. આ રીતે અન્ય સ્થળે પણ સાર્ધક્ષેત્ર જ્યાં સુધી શુદ્ધ ન થાય ત્યાં સુધી ૧-૧ શોધવું અને સાધનક્ષત્ર શુદ્ધ થતા તે-તે કરણગાથામાં કહેલું શોધનક શોધવું. ૩૬૬ દિવસે એક સૂર્ય નક્ષત્ર પર્યાય શુદ્ધ થતા ફરીથી પુષ્યાદિક્રમથી યથાયોગ શોધનક શોધવું ત્યારબાદ ૭૩૨ દિવસે બીજા સૂર્યનક્ષત્રપર્યાયના શુદ્ધ થતે ફરીથી પુષ્યાદિક ઉક્ત ક્રમથી યથા સંભવ ત્યાં સુધી શોધવું કે જ્યાં ઉત્તરાષાઢા નક્ષત્ર છે આટલા દ્વારા યુગાર્ધ થાય છે અને યુગાર્ધમાં એક અધિક માસ છે એટલે ૬ર પર્વો સમાપ્ત થયા. આ રીતે જ યુગના ઉત્તરાર્ધમાં ૬૨ પર્વો યથાક્રમ કરણવશથી સમ્યફ યથાવસ્થિત સૂર્યનક્ષત્રથી યુક્ત ભાવવા. | ૩૫ર |
ત્યાં યુગના પૂર્વાર્ધમાં થનારા દર પર્વના સૂર્યનક્ષત્રોને સૂચવનારી આ ગાથાઓ છે