________________
अधिकार ओगणीसमो - अमावस्या-पूर्णिमा-चन्द्रनक्षत्रयोग
३५३
૬૨ ૬૭
અભિજિત નક્ષત્રનું શોધનક ૯ ૪ મુહૂર્ત પરિપૂર્ણ છે. તથા ૧૫૯ પ્રષ્ટિપદા (ઉત્તરભાદ્રપદા) સુધીનું શોધનક છે, અર્થાત્ ૧૫૯ થી અભિજિત થી માંડીને ઉત્તરભાદ્રપદા સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે. એમ આગળ પણ ભાવવું. તથા ૩૦૯ થી રોહિણી સુધીના શુદ્ધ થાય છે, ૩૯૯ થી પુનર્વસુ સુધીનું નક્ષત્ર જાત શુદ્ધ થાય છે. ૫૪૯ પ્રાપ્ત કરીને ઉત્તરાફાલ્ગની સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે. વિશાખા સુધીના નક્ષત્રો ૬૬૯ થી શુદ્ધ થાય છે. મૂળા સુધીના નક્ષત્ર ૭૪૪ થી શોધ્યું છે. ઉત્તરાષાઢા સુધીના નક્ષત્રોનો શોધનક રાશિ ૮૧૯ છે. આ બધા શોધનકોની ઉપર અભિજિત નક્ષત્ર સંબંધિ : ભાગો શોધનીય છે. અર્થાત અભિજિતના આટલા અંશો દરેક શોધનકોમાં ઉમેરવા. / ૩૨૦-૩ /
ગાથાર્થ ? આ બધા બાદ કરીને જે શેષ રહે તે નક્ષત્ર હોય, અહીં ઉડુપતિ સૂર્ય સાથે અમાવસ્યા કરે છે. મેં ૩૨૪ ||
આ આગળ કહેલા શોધકોને યથાયોગ બાદ કરીને જે શેષ બચે તે નક્ષત્ર હોય છે. આ નક્ષત્રમાં ચંદ્ર સૂર્ય સાથે અમાવસ્યા કરે છે એ રીતે કરણગાથા સમૂહનો અક્ષરાર્થ છે. ભાવના - કોઈ પૂછે છે યુગની આદિમાં પ્રથમ અમાવસ્યા કયા નક્ષત્રથી યુક્ત સમાપ્ત થાય છે? અહીં પૂર્વોક્ત સ્વરૂપનો અવધાર્ય-ધ્રુવરાશિ દ૬ : મુહૂર્ત છે. એમાંથી ૨૨ : મુહૂર્તા પુનર્વસના બાદ કરવા, ત્યાં ૬૬ મુહૂર્તમાંથી રર મુહૂર્ત શુદ્ધ છે પાછળ ૪૪ મુહૂર્ત રહ્યા. તેમાંથી ૧ મુહૂર્ત કાઢીને તેના ૬૨ ભાગ કરાયા તે . ભાગમાં ઉમેરતાં ૬૭ ભાગ થયા. તેમાંથી ૪૬ શુદ્ધ છે, શેષ ૨૧ વધ્યા, ૪૩ મુહૂર્તોમાંથી ૩૦ મુહૂર્તો દ્વારા પુષ્ય શુદ્ધ છે શેષ ૧૩ મુહૂર્તો બચ્ય, આશ્લેષા નક્ષત્ર અર્ધક્ષેત્ર છે એટલે ૧૫ મુહૂર્ત પ્રમાણ છે. અર્થાત્ આશ્લેષા નક્ષત્રના ૧ : ર મુહૂર્ત શેષ રહેતા પ્રથમ અમાવસ્યા સમાપ્ત થાય છે. “સૂર્ય પ્રજ્ઞપ્તિમાં પણ આ રીતે કહ્યું છે.
હવે, કોઈ અન્ય પૂછે છે – યુગની આદિમાં બીજી અમાવસ્યા કયા નક્ષત્રથી યુક્ત સમાપ્ત થાય છે? ત્યાં ધ્રુવરાશિ ૨૬, , , ને બમણી કરતાં ૧૩૨ 19 : થયા
૬૨
૬૭.