________________
अधिकार ओगणीसमो - अमावस्या-पूर्णिमा-चन्द्रनक्षत्रयोग
३७१
એવા : ભાગોને દરથી ગુણતાં આટલો શોધનક પ્રાપ્ત થાય છે, ત્યાર બાદ, તે બાદ કરતાં ૬૭ને દુરથી ગુણાં જે થાય તેનાથી ભાગ કરતાં જે પ્રાપ્ત થયું તેટલાં નક્ષત્રો શુદ્ધ જાણવા અને જે ભાગાકાર કરતાં પણ શેષ બચે તે નક્ષત્ર જાણવું કે જ્યાં વિવક્ષિત પર્વ સમાપ્ત થાય છે. આ કરણપદ્ધતિ છે. ભાવના આ રીતે કરવી
જો ૧૨૪ પર્વથી ૬૭ પર્યાયો પ્રાપ્ત થાય તો ૧ પર્વથી શું આવે ? ૧૨૪-૬૭-૧ ૧ x ૬૭ = ૬૭, તેનો આદ્યરાશિ ૧૨૪થી ભાગ કરવો, તે અલ્પ હોવાથી ભાગ થતો નથી માટે તેને ૧૮૩૦ પર્યાયો સાથે ગુણતાં, ગુણાકાર-છેદરાશિને થી છેદ ઉડાડતાં ગુણાકાર રાશિ ૯૧૫ અને છેદરાશિ ૬૨ આવ્યા. ત્યાં ૬૭ને ૯૧૫થી ગુણતાં ૬૧૩૦૫ થયા. તેમાંથી અભિજિતના ૧૩૦૨ પર્યાયો શુદ્ધ છે તે બાદ કરતાં ૬૦૦૦૩ રહ્યા ત્યાં છેદરાશિ ૬રને ૬૭થી ગુણતાં ૪૧૫૪ થયા તેનાથી ભાગ કરતાં ૧૪ આવ્યા. તેનાથી શ્રવણથી પુષ્ય સુધીના ૧૪ નક્ષત્રો શુદ્ધ છે. શેષ ૧૮૪૭ રહ્યા એના મુહૂર્ત લાવવા માટે ૩૦થી ગુણતાં ૫૫૪૧૦ થયા. તેનો ૪૧૫૪થી ભાગ કરતાં ૧૩ મુહૂર્ત આવ્યા તથા શેષ ૧૪૦૮ રહ્યા એના ૬૨ ભાગ લાવવા ૬રથી ગુણતાં, ગુણકાર-છેદ રાશિની ૬રથી અપવર્તના - છેદ કરવો ત્યાં ગુણાકાર રાશિ ૧ અને છેદરાશિ ૬૭ આવ્યો. ૧થી ગુણતાં ઉપરનો રાશિ તેટલો જ આવ્યો. તે પછી ૬૭થી ભાગ કરતાં ૨૧ આવ્યા પાછળ રહ્યો , ભાગ. અર્થાત્ પ્રથમ પર્વ એ પછી આવતા અશ્લેષા નક્ષત્રના ૧૩ મુહૂર્ત 3, : ભાગ ભોગવીને સમાપ્ત થયું. તથા જો ૧૨૪ પર્વથી ૬૭ પર્યાયો આવે તો ૨ પર્વથી શું આવે? ૧૨૪-૬૭-૨ ૬૭ X ૨ = ૧૩૪ તેનો આદ્યરાશિ ૧૨૪થી ભાગ કરતાં ૧ આવ્યો તે નક્ષત્ર પર્યાય છે. શેષ ૧૦ રહ્યા એના નક્ષત્રો લાવવા માટે ૧૮૩૦થી ગુણીશું. ૧૦ = ૧૮૩૦ = ૧૮૩00 x 1 અથવા ગુણાકાર - છેદ રાશિને 5 થી છેદ કરતાં ઉપર ૯૧૫ આવ્યા. છેદરાશિ ૧૨૪ x = ૬૨, ૧૦ ને ૯૧૫થી ગુણતાં ૯૧૫૦ આવ્યા. તેમાંથી ૧૩૦૨ પર્યાયો અભિજિત નક્ષત્રના શુદ્ધ છે તે બાદ કરતાં ૭૮૪૮ ત્યાં ૬૨ છેદરાશિને ૬૭થી ગુણતાં ૪૧૫૪ રહ્યા તેનો ૭૮૪૮થી ભાગ કરતાં ૧ નક્ષત્ર પર્યાય આવ્યો. શેષ ૩૬૯૪ રહ્યા એના મુહૂર્ત લાવવા ૩૦થી ગુણતાં ૧૧૦૮૨૦ થયા. તેનો ૪૧૫૪થી ભાગ કરતાં ૨૬ મુહૂર્ત આવ્યા. શેષ ૨૮૧૬ વધ્યા