________________
३२२
ज्योतिष्करण्डकम्
પ્રમાણે સંચરણશીલ તાપક્ષેત્ર હોતે છતે જ્યારે એક સૂર્ય પૂર્વમાં અને બીજો પશ્ચિમમાં હોય છે ત્યારે પૂર્વ-પશ્ચિમ દિશામાં દરેકમાં ત્રણ-ત્રણ ભાગો સૂર્યનું તાપક્ષેત્ર છે અને દક્ષિણ-ઉત્તરના ર-ર ભાગો રાત્રિ છે. હવે, આ ભાગનું પ્રમાણ શું છે? છ મુહૂર્ત તે આ રીતે પૂર્વના મંડળમાં વર્તમાન સૂર્ય હોતે છતે દિવસ ૧૮ મુહૂર્ત પ્રમાણ હોય છે, તે મંડળમાં નવમુહૂર્ત સુધી પ્રકાશ યોગ્ય ક્ષેત્ર તેટલામાં રહેલ ચક્ષુ સ્પર્શને પ્રાપ્ત કરે છે. તેથી તાપક્ષેત્ર એટલા પ્રમાણ સૂર્યની પહેલાં અને આટલું પ્રમાણ પાછળથી પણ છે. આ રીતે સર્વસંખ્યાથી ૧૮ મુહૂર્ત પ્રમાણ એક સૂર્યનું પ્રકાશન યોગ્ય તાપ ક્ષેત્ર છે અને તે જંબુદ્વીપ ચક્રવાલ ભાગરૂપ છે, અર્થાત્ છ મુહૂર્ત આક્રમણીય પ્રમાણક્ષેત્ર એક ભાગનું પરિમાણ છે અને એ તાપક્ષેત્ર ભાગનું અવસ્થિત પરિમાણ છે. ફક્ત ઉર્ધ્વમુખીકૃત તાપક્ષેત્ર કલબુકા પુષ્પના આકારનું અંદરથી સંકુચિત બહારથી વિસ્તૃત છે એટલે સર્વાત્યંતર મંડળમાંથી નીકળતો સૂર્ય જેમ-જેમ મંડળમાં સાંચરે છે તેમ તેમ જબૂદ્વીપ ગત તાપક્ષેત્રની પરિહાની થાય છે, અને તે હનિ પ્રતિમંડળ ૩૬૬ સંબંધિ ૨ ભાગની છે. તેથી બાહ્યમંડળગત ચંદ્ર-સૂર્યનું પ્રત્યેક જંબૂદ્વીપમાં તાપત્ર -૨ ભાગ થાય છે તે કહે છે.
ગાથાર્થ : જંબૂઢીપના ૪ ભાગમાં બંને મંદ લેશ્યાવાળા સૂર્યો સર્વ બાહ્યમંડળમાં રહેલા છતાં પ્રકાશમાન થાય છે. / ૨૯૬ /
ટીકાર્થ : મંદ વેશ્યાવાળા બંને સૂર્યો સર્વબાહ્યમંડળમાં રહેલા જંબુદ્વીપના : ભાગોને પ્રકાશિત કરે છે. એક-એક સૂર્ય - ભાગોને પ્રકાશે છે ત્યાં જ્યારે એક સૂર્ય દક્ષિણ ભાગમાં અને બીજો ઉત્તરભાગમાં પ્રત્યેક ભાગ તાપક્ષેત્રને પ્રકાશ છે ત્યારે પૂર્વભાગ અને પશ્ચિમ ભાગમાં પ્રત્યેક ભાગો રાત્રિ છે. અનુક્રમે સંચરતા તે બંને જ્યારે એક પૂર્વદિશા અને બીજો પશ્ચિમ દિશામાં છે ત્યારે પ્રત્યેક પૂર્વપશ્ચિમ દિશામાં - ભાગ તાપક્ષેત્ર અને દક્ષિણ ભાગ અને ઉત્તરભાગમાં પ્રત્યેક ૩-૩ દશાંશ ભાગો રાત્રિ છે. ૨૯૬ /
અહીં તાપક્ષેત્ર અંદરથી સંકુચિત અને બહારથી વિસ્તૃત છે એટલે સર્વ અત્યંતર મંડળમાં રહેલ સૂર્યનું જેટલા પ્રમાણે તાપક્ષેત્ર હોય છે તે યથાસ્થાન જણાવીએ છીએ.
10
૧૦