________________
२९०
ज्योतिष्करण्डकम् ગાથાર્થઃ ઇચ્છિત વિષુવોને બમણા કરી ૧ રૂપ ન્યૂન કરી છ ગુણા કરવા. પર્વના અડધા કરતાં જે થાય તે સર્વ વિષુવોમાં તિથિઓ જાણવી. / ૨૮૧ ||
ટીકાર્થઃ યુગમાં જે ઇચ્છિત વિષુવો છે તે સંખ્યા ધારવી તેને બમણી કરવી. પછી તેમાંથી ૧ રૂપ ઓછું કરવું પછી છ ગુણી તે સંખ્યા કરતાં જે આવે તે પર્વો જાણવા અને એ પર્વોના અડધા કરતાં જે થાય છે તે યથાયોગ સર્વ વિષુવોમાં તિથિઓ જાણવી.
કરણ ભાવના - કેટલા પર્વો પસાર થતાં કઈ તિથિમાં પ્રથમ વિષુવ આવે ? ત્યાં પ્રથમ વિષુવ જાણવું છે તેથી ૧ ધારવો તેને બમણા કરતાં રે આવ્યા તેમાંથી ૧ રૂપ ઓછું કરતા પાછો ૧ તેને છ ગુણો કરતાં ૬ આવ્યા. તેને પ્રતિ રાશિ કરવો, ૬ના અડધા કરતાં ૩ આવ્યા એટલે કે ૬ પર્વ પસાર થયા પછી ત્રીજના દિવસે પ્રથમ વિષુવ છે.
તથા બીજું વિષુવ કેટલા પર્વ પસાર થયા પછી કઈ તિથિએ આવે છે?
રજું વિષુવ જાણવું છે એટલે ૨ ધારવા તેને બમણા કરતાં ૪ થયા તેમાંથી ૧ રૂપ ઓછું કરતા ૩ આવ્યા તેના ૬ ગુણા કરતાં ૧૮ થયા આ પ્રતિરાશિ થયો. હવે, ૧૮ના અડધા કરતાં ૯ આવ્યા એટલે કે ૧૮ પર્વ પસાર થયા પછી નવમીના દિવસે બીજું વિષુવ આવે છે.
તથા ત્રીજું વિષુવ કેટલા પર્વ પસાર થયા પછી કઈ તિથિમાં આવે છે?
૩જા વિષુવ માટે ૩ ધારવા તેના બમણા કરતાં ૬ થયા. તેમાંથી ૧ બાદ કરતાં પ થયા તેને દુગુણા કરતાં ૩૦ આવ્યા આ પ્રતિરાશિ છે. હવે ૩૦ના અડધા કરતાં ૧૫ આવ્યા એટલે કે ત્રીસ પર્વ પસાર થયા પછી પંદરમી તિથિએ ત્રીજું વિષુવ આવે છે.
દશમું વિષુવ કેટલા પર્વ પછી કઈ તિથિએ આવે છે?
૧૦ના બમણા કરતાં ૨૦થયા એમાંથી બાદ કરતાં ૧૯ થયા તેને છ ગુણા કરતાં ૧૧૪ આવ્યા તેને પ્રતિરાશિ કરવો. હવે, ૧૧૪ના અડધા કરતાં ૫૭ થયા તેના પર્વ લાવવા ૧પથી ભાગતાં ૩ આવ્યા શેષ ૧૨ આવ્યા ૩ને ૧૧૪માં ઉમેરતાં ૧૧૭ થયા એટલે કે ૧૧૭ પર્વ પસાર થયા પછી ૧૨ના દિવસે ૧૦મું વિષુવ આવે છે. /૨૮૧ / કરણ નં. ૨
रूवूणविसुवगुणिए छलसीइसए पक्खिवाहि तेणई । पनरसभाइय लद्धा पव्वा सेसा तिही होइ ॥ २८२ ॥