________________
३०६
ज्योतिष्करण्डकम्
ત્રિરાશિ સ્થાપના - ૧૦-૧૮૩૫-૧ અન્ય ૧ ને મધ્ય ૧૮૩પથી ગુણતાં ૧૮૩૫ તથા વિષુવ ૨ ભાગરૂપ હોય છે એટલે વિષુવ પરિમાણ કરનાર પ્રથમ રાશિને રથી ગુણતાં ૧૦ x ૨ = ૨૦ તેનાથી ૧૮૩૫નો ભાગ કરતાં ૯૧ આવ્યા તથા પર્યાયો ૧૫ રહ્યા, તેની પથી અપવર્તના (છેદ) કરતાં ૩ આવ્યા, ત્યારપછી નક્ષત્ર લાવવા માટે ૧૮૩૦થી ગુણીશું ગુણાકાર રાશિને ૨ થી છેદ કરતાં ૯૧૫ થયા. તેને ૩થી ગુણતાં ૨૭૪૫ તેમાંથી ૮૮ અંશોથી પુષ્ય શુદ્ધ છે એટલે ૨૬૫૭ રહ્યા. તેનો ૧૩૪થી ભાગ કરવો એટલે ૧૯ આવ્યા. શેષ ૧૧૧ વધ્યા તેમાંથી અભિજિતના ૪૨ અંશો શુદ્ધ છે. શેષ ૬૯, અહીં ૧૯માંથી ૧૩ દ્વારા આશ્લેષાથી ઉત્તર (પૂર્વ) ભાદ્રપદા સુધીના નક્ષત્રો શુદ્ધ છે અને અભિજિત નક્ષત્ર તો પહેલાં જ બાદ કરેલું છે તેથી પાંચ દ્વારા શ્રવણથી માંડીને ઉત્તરભાદ્રપદ સુધીના ૫ નક્ષત્રો શુદ્ધ છે અને શેષ ૧થી રેવતી શુદ્ધ છે, અર્થાત અશ્વિની નક્ષત્રના ૧, પર્યાયો પસાર થતે છતે પ્રથમ વિષુવ થાય છે. બીજા વિષવની વિચારણા - જો ૧૦ વિષુવોથી ૧૮૩૫ લગ્ન પર્યાયો પ્રાપ્ત થાય છે તો ૫ અયન વિભાગોથી શું આવે ? ૧૦-૧૮૩૫-૫, અંત્યરાશિને મધ્યરાશિથી ગુણવી એટલે ૯૧૭૫ થયા તેથી પૂર્વોક્ત યુક્તિથી પ્રથમ રાશિ ૨ થી ગુણવો એટલે ૨૦ થયા. તેનાથી ભાગ કરતાં ૨૭૫ લગ્ન પર્યાયો આવ્યા. તેનાથી પ્રયોજન નથી શેષ ૫ રહ્યા. તે : ભાગ છે એટલે ૧ સ્થાપવો, પછી પૂર્વોક્ત યુક્તિથી ૯૧૫થી ગુણતાં ૯૧૫ થયા. તેમાંથી ૮૮થી પુષ્ય શુદ્ધ છે. પાછળ ૮૨૭ રહ્યા. તેનો ૧૩૪થી ભાગ કરતાં ૬ આવ્યા પાછળ ૨૩ રહ્યા. ૬ દ્વારા આશ્લેષાથી ચિત્રા સુધીના નક્ષત્રો શુદ્ધ છે. અર્થાત્ લગ્નપ્રવર્તક એવા સ્વાતિ નક્ષત્રના ૬ ભાગ જતાં બીજું વિષુવ પ્રવર્તે છે.
ચોથા વિષુવ માટે બૈરાશિક - જો ૧૦ વિષુવે ૧૮૩૫ લગ્ન પર્યાયો પ્રાપ્ત થાય તો ૭ વિષવે કેટલા પર્યાયો આવે ? ૧૦ - ૧૮૩૫ - ૭, ૭ X ૧૮૩૫ = ૧૨૮૪૫ તેનો ૨૦થી ભાગ કરતાં ૬૪૨ લગ્ન પર્યાયો આવ્યા. શેષ ૫ વધ્યા તેમાંથી પૂર્વોક્ત ક્રમથી આવ્યું. લગ્ન પ્રવર્તક સ્વાતિ નક્ષત્રના જ ભાગ જતાં ચોથું વિષુવ પ્રવર્તે છે. આ રીતે પાંચેય ઉત્તરાયણ વિષુવોમાં લગ્ન ભાવવું. અહીં જયારે સૂર્ય દક્ષિણાયન વિષુવોમાં અશ્વિનીમાં વર્તે છે ત્યારે પાછળનું લગ્ન સ્વાતિમાં હોય છે અને સ્વાતિ - અશ્વિનીના વચ્ચે અભિજિત્ છે. ભાવિ દ્વિતીયામાં ભાવિ પુષ્ય છે. તેથી દક્ષિણાયનના