________________
ज्योतिष्करण्डकम्
:
ગાથાર્થ ઃ વિવક્ષિત યુગ વિશેષમાં ઇચ્છા કરીને ઇચ્છિત વ્યતીપાત લાવો. ॥ ૨૯૨ ॥ એમાં જે ભાગલબ્ધ છે તેને સર્વથા ઇચ્છિત વ્યતીપાત નિર્દેશ કરો, શેષ પણ તેના ભેદોને ફલરાશિથી શીઘ્ર લાવો. ॥ ૨૯૩ ||
३१४
ટીકાર્થ : વિવક્ષિત યુગવિશેષમાં ઇચ્છિત વ્યતીપાત વિષયક ઇચ્છા કરીને ઇચ્છિત વ્યતીપાત લાવો. કઈ રીતે ? - ત્યાં જે ૭૨ આદિથી ભાગાકારથી જે સંખ્યા આવે તેને ઇચ્છિત વ્યતીપાત કહેવું. શેષ યુગભેદોને (મુહૂદિ રૂપ) ફળરાશિથી શીઘ્ર લાવો. આ કરણગાથાના અક્ષરો છે, હવે ભાવના કરીએ
જો ૭૨ વ્યતીપાતો દ્વારા ૧૨૪ પર્વ આવે તો ૧ વ્યતીપાતમાં શું આવે ? ૭૨૧૨૪-૧, અંત્ય X મધ્ય રાશિ ૧૨૪ તેને ૭૨થી ભાંગતા ૧ પર્વ આવ્યું. ઉપર પર વધ્યા તેને ૧૫થી ગુણતાં ૭૮૦ થયા. તેનો ૭૨થી ભાગ કરતાં ૧૦ તિથિઓ આવે છે. શેષ ૬૦ વધે છે તેને મુહૂર્ત કરવા ૩૦થી ગુણતાં ૧૮૦૦ તેનો ૭૨થી ભાગ કરતા પરિપૂર્ણ ૨૫ મુહૂર્તો આવે છે એટલે કે ૧ પર્વ ઉપર દશ તિથિઓ પસાર થઈ અને ૧૧મી તિથિએ ૨૫ મુહૂર્ત પસાર થતાં પ્રથમ વ્યતીપાત પૂર્ણ થયો.
=
જો ૭૨ વ્યતીપાતો દ્વારા ૧૨૪ પર્વ આવે તો ૫ વ્યતીપાતો દ્વારા શું આવે ? ૭૨-૧૨૪-૫. અંત્ય X મધ્યરાશિ = ૬૨૦ તેનો ૭૨થી ભાગ કરતાં ૮ પર્વ આવ્યા અને ઉ૫૨ ૪૪ વધ્યા. તેને તિથિ લાવવા ૧૫થી ગુણવા એટલે ૬૬૦ થયા તેનો ૭૨થી ભાગ કરતાં ૯ તિથિઓ આવી તથા ઉપ૨ ૧૨ વધ્યા તેના મુહૂર્ત લાવવા ૩૦થી ગુણતાં ૩૬૦ થયા. તેનો ૭૨થી ભાગ કરતાં પરિપૂર્ણ ૫ મુહૂર્ત આવ્યા એટલે કે ૮ પર્વ ગયા પછી ૯મા પર્વની ૯ તિથિઓ પસાર થયા પછી દશમના દિવસે ૫ મુહૂર્ત પસાર થયા પછી પાંચમો વ્યતીપાત પૂર્ણ થયો. એમ સર્વ વ્યતીપાતો વિચારવા.
ચંદ્રનક્ષત્ર વ્યતીપાત
હવે ચંદ્રનક્ષત્ર વ્યતીપાત જાણવા માટે કરણ બતાવે છે. જો ૭૨ વ્યતીપાતો દ્વારા ૬૭ ચંદ્રનક્ષત્ર પર્યાયો આવે તો ૧ વ્યતીપાત દ્વારા શું આવે ?
૭૨-૬૭-૧ ત્યાં ૧ x ૬૭ = ૬૭ તેનો ૭૨થી ભાગ કરવો તે સંખ્યા અલ્પ હોવાથી ભાગાકાર થતો નથી એટલે નક્ષત્ર પર્યાયોને ૧૮૩૦થી ગુણશું એટલે આ