________________
अधिकार पंदरमो - विषुव
२९७ ગાથાર્થ : છે, બાર, તેતાલીશ, પંચાવન, અડસઠ તથા એંશી, બાણ, એકસો પાંચ, એકસો સત્તર પર્વો પસાર થતાં અનુક્રમે વિષુવો આવે છે. // ૨૮૫ /
ટીકાર્થ : પ્રથમ વિષવુ ૬ પર્વો પસાર કરીને, બીજું ૧૨ પર્વો, ત્રીજું ૩૦ પર્વો, ચોથું ૪૩ પર્વો, પાંચમું પપ પર્વો, છઠુ ૬૮ પર્વો, સાતમું ૮૦ પર્વો, આઠમું ૯ર પર્વો, નવમું ૧૦૫ પર્વો, દશમું ૧૧૭ પર્વો પસાર કરીને થાય છે. હવે, પર્વ ઉપર તિથિ સંખ્યા સંગ્રાહીકા ગાથા બતાવે છે.
ગાથાર્થ : ત્રીજ, નવમી, પંદરમી, છઠ્ઠ, બારસ યુગના પૂર્વાર્ધમાં આ તિથિઓ હોય છે અને આ જ તિથિઓ પશ્ચાઈમાં પણ હોય છે. || ૨૮૬
ટીકાર્થઃ યુગના પૂર્વાર્ધમાં જે પાંચ વિષુવો છે તેમાં યથાક્રમે આ તિથિઓ પર્વોના ઉપર થાય છે. તે ત્રીજ, નવમી, પંદરમી, છઠ્ઠી, બારમી અર્થાત્ ત્રીજ તિથિમાં પ્રથમ વિષુવ, બીજું નવમીમાં, ત્રીજું પંદરમીમાં ચોથું, છઠ્ઠીમાં પાંચમું બારમી તિથિમાં થાય છે. આ જ તિથિઓ ક્રમથી યુગના પશ્ચાઈમાં પણ હોય છે. તેમાં છઠું વિષુવ ત્રીજે, સાતમું નવમીએ, આઠમું પંદરમીએ, નવમું છઠ્ઠીએ અને દશમું બારમી તિથિએ થાય છે. આવા પ્રકારની તિથિઓ લાવવા માટે આ પ્રકાર પૂર્વસૂરિઓ કહે છે – એક યુગમાં અયનમાં રહેલા ૧૮૩ દિવસ પ્રમાણ રાશિના દશ વિષુવો થાય છે એટલે ૧૦થી ભાગ કરવામાં આવે છે એટલે ૧૮ આવ્યા અને શેષ ૩ વધ્યા તે પ્રથમ વિષુવથી માંડીને યથોત્તર દ્વિ ઉત્તરગુણથી ઓજથી (વિષમરાશિથી) ગુણવા, તે આ રીતે – પ્રથમ વિષુવની વિચારણા કરતાં તે ૩ને ૧થી ગુણવા, બીજ વિષુવ માટે ૩થી ગુણવા, ત્રીજા વિષુવ માટે પથી ગુણવા, એ રીતે દશમાં વિષુવની વિચારણામાં ૧૯થી ગુણીને, પંદરથી પર્વ કરવા અને જે શેષ તિથિઓ વધે છે. તે યથોક્ત તિથિઓ થાય છે, તે આ રીતે - પ્રથમ વિષુવની વિચારણામાં તે સને ૧થી ગુણવા એટલે ૩ થયા, એટલે કે ૯ આવ્યા, એટલે કે બીજું વિષુવ નવમી તિથિએ આવ્યું. ત્રીજા વિષુવ માટે તે ૩ ને પથી ગુણતાં ૧૫ આવ્યા એટલે કે ત્રીજું વિષુવ ૧૫મી તિથિએ આવે છે. ચોથા વિષુવ માટે ૩ને ૭ થી ગુણવા એટલે ૨૧ આવ્યા. તેમાં ૧૫ દ્વારા પર્વ કરાયું બાકી ૬ વધ્યા અર્થાત્ ચોથું વિષુવ છઠ્ઠી તિથિએ આવે છે. એમ, સર્વત્ર ભાવના લાવવી . ૨૮૬ | હવે, કયા નક્ષત્ર સાથેના યોગમાં કયું વિષુવ આવે છે એની વિચારણા કરાય છે. ત્યાં જો દશ વિષુવો દ્વારા ૬૭ ચંદ્રપર્યાયો પ્રાપ્ત થાય છે તો અયનના દ્વિભાગ વિષુવથી કેટલા ચંદ્રપર્યાયો પ્રાપ્ત થાય છે ૧૦-૬-૧ અહીં અંત્ય રાશિ ૧ ને મધ્ય રાશિ ૬૭થી ગુણવા, એટલે ૬૭ થયા અને વિષુવ અયનના દ્વિભાગ રૂપ છે એટલે ૧૦ને રથી ગુણવા એટલે ૨૦ થયા તેના દ્વારા ૬૭નો ભાગ કરવો છે એટલે ૩ નક્ષત્ર પર્યાયો આવ્યા.