________________
२८६
ज्योतिष्करण्डकम्
પૂર્વપ્રકારે ચન્દ્રતુ વિવક્ષિત છે ત્યાં નિયત નક્ષત્ર યોગ આવે છે. ત્યાં પ્રથમ ચંદ્રતુમાં કયો ચન્દ્ર નક્ષત્ર યોગ છે? એ જાણવાની ઇચ્છા છે તો તે જ ધ્રુવરાશિ ૩૦૫, ૧થી ગુણતાં ૩૦૫ થયા. તેમાંથી અભિજિતના ૪૨ શુદ્ધ અંશો છે. શેષ ર૬૩ તેમાંથી ૧૩૪ અંશોથી શ્રવણ શુદ્ધ છે. ઉપર ૧૨૯ રહ્યા તેનો રથી અપવર્તન કરતાં ૬૪૬ ભાગ આવ્યા. અર્થાત્ ઘનિષ્ઠાના ૬૪ અંશો પસાર કરીને ચંદ્ર પોતાની પ્રથમ ઋતુ પૂર્ણ કરે છે. બીજા ચંદ્રતુની જિજ્ઞાસામાં તે ધ્રુવરાશિ ૩૦૫ને ૩ થી ગુણતાં ૯૧૫ ત્યાં અભિજિના ૪૨ અંશો શુદ્ધ છે શેષ ૮૭૩ તેમાંથી ૧૩૪થી શ્રવણ શુદ્ધ થયું બચ્યા ૭૩૯ તેમાંથી પણ ૧૩૪થી ઘનિષ્ઠા શુદ્ધ થયું. શેષ ૬૦૫ રહ્યા તેમાંથી પણ ૬૭થી શતભિષફ શુદ્ધ છે વધ્યા પ૩૮ એમાંથી ૧૩૪થી પૂર્વભાદ્રપદા શુદ્ધ થયું એટલે ૪૦૪ વધ્યા. તેમાંથી ૨૦૧થી ઉત્તરાભાદ્રપદા શુદ્ધ થયું શેષ ૨૦૩ રહ્યા. તેમાંથી ૧૩૪થી રેવતી શુદ્ધ થયું શેષ ૨૯ વધ્યા. અર્થાત્ અશ્વિની નક્ષત્રના ભાગ પસાર કરીને ચંદ્ર પોતાનો બીજો ઋતુ પૂર્ણ કરે છે તથા ૪૦૨મો ચંદ્ર ઋતુ જાણવા માટે ધ્રુવરાશિ ૩૦પને ૮૦૩થી ગુણતાં ૨૪૪૯૧૫ થયા. ત્યાં ૬ અર્ધક્ષેત્ર નક્ષત્રોના પ્રત્યેકના ૬૭ અંશો, ૬ સાધનક્ષત્રોના પ્રત્યેકના ૨૦૧ અંશો, તથા સમ ૧૫ નક્ષત્રોના પ્રત્યેકના ૧૩૪ અંશો, ત્યાં ૬૭ X ૬ = ૪૦૨, ૨૦૧ X ૬ = ૧૨૦૬, ૧૩૪ X ૧૫ = ૨૦૧૦, આ ત્રણે રાશિઓ એક સ્થાને મેળવી તેમાં અભિજિતુના ૪૨ અંશો ઉમેરતાં ૩૬૬૦ થયા. આટલો ૧ નક્ષત્ર પર્યાય તે પછી આના દ્વારા પૂર્વ રાશિનો ભાગ કરવો એટલે ૬૬ નક્ષત્ર પર્યાયો આવ્યા. પાછળ ૩૩૫૫ વધ્યા ત્યાં અભિજિતના ૪૨ શુદ્ધ છે. ૩૩૧૩ શેષ તેમાંથી ૩૦૮૦ અંશોથી અનુરાધા સુધીના અંશો શુદ્ધ છે શેષ ૨૩૧ વધ્યા. તેમાંથી ૧૩૪ અંશોથી મૂળા શુદ્ધ છે પાછળ ૩૦ વધ્યા, એટલે પૂર્વાષાઢાના અંશો પસાર કરીને ૪૦૨ મો ઋતુ ચન્દ્ર પૂર્ણ કરે છે. તે ૨૭૮ //
| શ્રીમન્મલયગિરિવિરચિત જ્યોતિષ્કરંડક ટીકામાં તુપરિમાણ પ્રતિપાદક ચૌદમું પ્રાકૃત સાનુવાદ પૂર્ણ થયું. //
૧૩૪