________________
२७८
ज्योतिष्करण्डकम्
૫૯ = ૧૭૯૯૫ થયા. ત્યાં ૩૬૬૦ અંશોથી ૧ નક્ષત્ર પર્યાય શુદ્ધ થાય છે એટલે ૩૬૬૦ x ૪ કરીને બાદ કરવા અર્થાત્ ૧૭૯૯૫ - ૧૪૬૪૦ = ૩૩પપ રહ્યા. તેમાંથી ૩૨૨૫ અંશોથી અભિજિતથી મૂળ સુધીના નક્ષત્રો શુદ્ધ છે. પાછળ ૧૩૦ રહ્યા તેનાથી પૂર્વાષાઢા શુદ્ધ થતું નથી. તેથી પૂર્વાષાઢા નક્ષત્રના 39 અંશો પસાર કરીને ચંદ્ર ત્રીસમો સૂર્ય ઋતુ પૂર્ણ કરે છે.
હવે સૂર્યનક્ષત્ર યોગની ભાવના કરાય છે
પ્રથમ સૂર્યઋતુ જાણવા માટે ધ્રુવરાશિ ૩૦૫ને ૧થી ગુણતાં ૩૦૫ થયા, ત્યાં પુષ્યના ૮૮ અંશો શુદ્ધ બાદ કરતાં ૨૧૭ રહ્યા. તેમાંથી ૬૭ અશ્લેષાના શુદ્ધ છે તે બાદ કરતાં ૧૫૦ તેમાંથી પણ ૧૩૪ અંશોથી મઘા નક્ષત્ર શુદ્ધ છે. હવે રહ્યા શેષ ૧૬ અંશો તે પૂર્વાફાલ્યુની નક્ષત્રના છે એટલે પૂર્વાફાલ્યુની નક્ષત્રના અંશો પસાર કરીને પ્રથમ ઋતુ સૂર્ય સમાપ્ત કરે છે. - તથા બીજી સૂર્યતુ જાણવા માટે ધ્રુવરાશિ ૩૦૫ને ૩થી ગુણતાં ૯૧૫ થયા. તેમાંથી ૮૮ પુષ્યના બાદ કરતાં ૮૨૭ તેમાંથી ૬૭થી અશ્લેષા શુદ્ધ છે તે બાદ કરતાં ૭૬૦, તેમાંથી ૧૩૪ મઘાના બાદ કરતાં ૬૨૬ તેમાંથી ૧૩૪ પૂર્વાફાલ્ગનીના બાદ કરતાં ૪૯૨ તેમાંથી ૨૦૧ ઉત્તરાફાલ્યુનીના બાદ કરતા ૨૯૧ તેમાંથી ૧૩૪ હસ્તનક્ષત્રના બાદ કરતાં ૧૫૭ તેમાંથી ૧૩૪ ચિત્રા નક્ષત્રના બાદ કરતા પાછળ ર૩ અંશો રહ્યા. તે સ્વાતિના અંશો પસાર કરીને સૂર્ય બીજી ઋતુ પૂર્ણ કરે છે. એમ શેષ ઋતુઓમાં પણ ભાવના કરવી. ત્રીશમો ઋતુ જાણવા છુવરાશિ ૩૦૫ને ૫૯થી ગુણતાં ૧૭૯૯૫ તેમાંથી ૧૪૬૪૦ અંશોથી પરિપૂર્ણ ૪ નક્ષત્ર પર્યાયો શુદ્ધ છે એ બાદ કરતાં ૩૩૫૫ રહ્યા તેમાંથી ૮૮ અંશો પુષ્યના બાદ કરતા ૩૨૬૭ તેમાંથી આશ્લેષાથી મૃગશિર સુધીના નક્ષત્રો ૩૫૮ પર્યાયોથી શુદ્ધ છે. શેષ ૯ અંશો પછીના આદ્ર નક્ષત્રના રહ્યા એટલે આદ્ર નક્ષત્રના અંશો પસાર કરીને સૂર્ય પોતાનો ત્રીસમો ઋતુ સમાપ્ત કરે છે. ર૭ર / સૂર્યઋતુઓ જણાવી હવે ચંદ્રતુઓ જણાવે છે
चत्तारि उउसयाइं बिउत्तराई जुगंमि चंदस्स । तेसिपि य करणविहिं वोच्छामि अहाणुपुव्वीए ॥ २७३ ॥