________________
अधिकार बारमो - आवृत्ति
२४५
કરવા અને તે પૂર્વોક્ત ૪ ભાગોમાં નાખવા એટલે ૬૭ + ૧૨ = ૭૯ થયા તેના ૬૬ ભાગ શુદ્ધ છે. શેષ ૧૩ રહ્યા ત્યારબાદ ૩૨૭માંથી ફરી ૩૦૯ મુહૂર્તા દ્વારા રોહિણિકા સુધીના નક્ષત્રો શુદ્ધ છે. પાછળ ૧૮ મુહૂર્તી રહ્યા. 19 માંથી : ભાગ શુદ્ધ છે એટલે એમાં રહ્યા. તેમાંથી રૂપ ગ્રહણ કરવું એટલે પાછળ રહે છે. ગ્રહણ કરેલા રૂપના ૬૭ ચૂર્ણિકા ભાગો કરવા એમાં ઉપરના ૪ ભાગો ઉમેરવા એટલે 9 ચૂર્ણિકા ભાગો થયા. એમાંથી ચૂર્ણિકા ભાગો શુદ્ધ છે બાકી ૪ ભાગો રહ્યા. નિષ્કર્ષ એ આવ્યો કે યુગમાં સ્વરૂપથી ત્રીજી અને શ્રાવણ માસ સંબંધિ આવૃત્તિઓમાં બીજી આવૃત્તિ ચંદ્ર દ્વારા રોહિણી નક્ષત્ર સંપૂર્ણપણે ભોગવતા અને મૃગશીર્ષ નક્ષત્રના ૧૮ ૪ મુહૂર્ત પૂર્ણ થતા અને શેષ ૧૧૩૬ ૧૩ મુહૂર્ત રહેતે છતે પ્રવર્તે છે. આ રીતે શેષ આવૃત્તિઓમાં પણ ચંદ્રનું નક્ષત્ર સાથે યોગ કરણ ભાવવું. અહીં ગ્રંથગૌરવના ભયથી અમે લખ્યું નથી એના માટે “સૂર્યપ્રજ્ઞપ્તિની ટીકા' જોવી. તે ૨૪૭
હવે, આવૃત્તિઓમાં સૂર્યનો નક્ષત્રમાં યોગ જણાવીએ છીએ.
ગાથાર્થઃ સર્વાત્યંતરમંડળમાંથી નીકળતો સૂર્ય પુષ્ય નક્ષત્ર સાથે યોગ પ્રાપ્ત કરીને શ્રાવણ માસમાં સર્વે આવૃત્તિઓ કરે છે.
ટીકાર્થ : શ્રાવણ માસમાં સર્વાત્યંતર મંડળમાંથી નીકળતો સૂર્ય સર્વે આવૃત્તિઓ પુષ્યની સાથે યોગ પ્રાપ્ત કરીને કરે છે. એ સિવાય નહિ ત્યાં પણ પુષ્યના ભાગોને ભોગવીને કરે છે.
એ કઈ રીતે જાણી શકાય ?
ઐરાશિક બળથી, તે આમ, જો દશ અયનો દ્વારા સૂર્યક્રત પાંચ નક્ષત્ર પર્યાયો પ્રાપ્ત થાય તો ૧ અયનથી શું પ્રાપ્ત થાય? ૧૦-પ-૧, અંત્યરાશિને મધ્ય રાશિ સાથે ગુણતાં ૫ આવ્યા (૧ ૪ ૫ = ૫), તેનો ૧૦થી ભાગ કરતા પર્યાય આવ્યો. ત્યાં નક્ષત્ર પર્યાય ૬૭ ભાગ રૂપ ૧૮૩૦ છે તે આ રીતે શતભિષફવિગેરે ૬ નક્ષત્રો