________________
ज्योतिष्करण्डकम्
२६०
ત્રીજા મંડળમાં પ્રતિમુહૂર્ત સૂર્યની ગતિ છે. એમ, સર્વાત્યંતર મંડળથી બહાર નીકળતા સૂર્યની મંડળે-મંડળે ગતિ પૂર્વ-પૂર્વ અનંતર મંડળ વિષય ગતિની અપેક્ષાએ કાંઈક ન્યૂન છતાં વ્યવહારથી પરિપૂર્ણ ૧૮ યોજન વધતા ત્યાં સુધી કહેવા જ્યાં સુધી સર્વ બાહ્યમંડળ છે અને તે સર્વ બાહ્યમંડળમાં પરિરય પરિમાણ ૩૧૮૩૧૫ છે તેનો ૬૦થી ભાગ કરતા
૫૩૦૫ × યોજન આવ્યા. એટલી સર્વબાહ્ય મંડળમાં સૂર્યની પ્રતિમુહૂર્ત ગતિ છે. આમ, સૂર્યનું પ્રતિમંડળ ગતિપરિમાણ કહ્યું. હવે, ચંદ્રનું પ્રતિમંડળ ગતિ પરિમાણ કહેવા પહેલાં જેટલા કાળે ભ્રમીથી મંડળને ચંદ્ર પૂરે છે તેટલો કાળ પરિમાણ બતાવે છે.
ગાથાર્થ : ચંદ્રનો ૬૨, મુહૂર્ત પ્રતિમંડળ ભ્રમણકાળ જાણવો. ॥ ૨૫૮ ॥
૨૩ ૨૨૧
૧૮૩૦
ટીકાર્થ : ચંદ્રનો તે તે મંડળનો સમાપ્તિકાળ ૬૨ મુહૂર્ત પ્રમાણ જાણવો, આટલા કાળે ચંદ્ર તે-તે મંડળને ભ્રમણ દ્વારા પૂર્ણ કરે છે. એ કઈ રીતે જણાય છે? આ યુગમાં સૂર્યોદયો ૧૮૩૦ હોય છે અને ચંદ્રોદયો ૧૭૬૮ તેથી ઐરાશિક કર્મનો અવસર છે - જો ૧૭૬૮ ચંદ્રોદય દ્વારા ૧૮૩૦ સૂર્યોદયો મળે તો એક ચંદ્રોદયથી કેટલો કાળ આવે ? ૧૭૬૮ ૧, અહીં અંત્યરાશિ સાથે મધ્ય રાશિને ગુણતાં ૧૮૩૦ આવ્યા, ત્યાં બંને રાશિ મોટી હોવાથી બંનેની ૨થી અપવર્તના કરવી એટલે ઉપરની રાશિ ૯૧૫ તેમજ નીચેનો રાશિ ૮૮૪ આવ્યો. સૂર્ય ૬૦ મુહૂર્તે મંડલ પરિસમાપ્ત કરે છે એટલે ઉપરની સંખ્યાને ૬૦થી ગુણવી એટલે ૫૪૯૦૦ થયા એની ૪થી અપવર્તના કરવી. (ચારથી છેદ કરવો) ૫૪૯૦૦ ૪ = આવ્યા. હવે છેદરાશિનો ઉપરની રાશિથી ભાગ કરવો. એટલે ૬૨ મુહૂર્ત આવ્યા. ઉ૫૨ ૨૩ અંશો વધ્યા અર્થાત્ ૬૨ મુહૂર્તો ચંદ્ર સર્વાત્યંતર મંડળને ભ્રમણથી પૂરું કરે છે. ॥ ૧૫૮ ॥
૮૮૪
૨૩
૨૨૧
અત્યારે મંડળે-મંડળે પ્રતિમુહૂર્ત ગતિ પરિમાણ બતાવે છે
ગાથાર્થ : એનાથી ભાંગેલો મંડળ રાશિ થાય, ત્યારબાદ જે આવ્યું તે ચંદ્રની મુહૂર્ત ગતિ તે-તે મંડળોમાં નિયત જાણવી. ૨૫૯ ||
-
-
૧૩૭૨૫ ૨૨૧
ટીકાર્થ : આ કહેલા પરિસમાપ્તિ કાળ દ્વારા મંડળ પરિરય રાશિનો ભાગ કરવો, તે ભાગ કરતે છતે જે પ્રાપ્ત થયું તે ચંદ્રની તે-તે મંડળમાં નિયત મુહૂર્ત ગતિ