________________
ज्योतिष्करण्डकम्
ભાગ થઈ શકતો નથી. શેષ અંશો ૨૩ વધ્યા તેના અડધા કરતાં ૧૧ થયા સૂર્યઋતુ અષાઢથી છે તેથી ૨ ઋતુ પસાર થઈ તથા વર્તમાનમાં ત્રીજી ઋતુ ચાલે છે તેના ૧૧ દિવસો પસાર થઈ ગયા છે અને ૧૨મો દિવસ અત્યારે પ્રવર્તમાન છે.
२६६
પ્ર. તથા યુગમાં પ્રથમ અક્ષય તૃતીયાના દિવસે કોઈ પૂછે કે કેટલા ઋતુઓ પસાર થઈ ગયા ? તથા વર્તમાનમાં કયો ઋતુ ચાલી રહ્યો છે ?
ઉ. પ્રથમ અક્ષય તૃતીયાના પહેલા યુગના આરંભથી માંડીને ૧૯ પર્વો પસાર થયા છે તેને ૧૫થી ગુણતાં ૨૮૫ થયા તથા અક્ષય તૃતીયાએ પૂછાયું છે એટલે ૩ તિથિઓ ઉમેરતાં ૨૮૮ એટલા સમયમાં ૫ અવમરાત્રો થાય છે. એ બાદ કરતાં ૨૮૮ ૫ = ૨૮૩ તેને બમણા કરતાં ૫૬૬ થયા તેમાં ૬૧ ઉમેરતાં ૬૨૭ થયા. તેનો
૧૨૨થી ભાગ કરતાં ૫ આવ્યા. પાછળ ૧૭ વધ્યા તેના અડધા કરતાં ૮ થયા જે પરિણામ આવ્યું તે ૫ ઋતુઓ પસાર થઈ તથા છઠ્ઠી ઋતુના પણ ૮ દિવસ પસાર થયા અને અત્યારે નવમો દિવસ પ્રવર્તમાન છે.
પ્ર. યુગમાં બીજી દિવાળીએ કોઈએ પૂછ્યું કેટલી ઋતુઓ પસાર થઈ ? વર્તમાનમાં કઈ ઋતુ પ્રવર્તે છે ?
ઉ. એટલા કાળમાં ૩૧ પર્વો પસાર થયા છે તેને ૧૫ વડે ગુણતાં ૪૬૫ થયા તથા આટલા સમયમાં ૮ અવમરાત્રો થયા તે બાદ કરતાં ૪૫૭ થયા તેના બમણા કરતાં ૯૧૪ થયા તથા તેમાં ૬૧ ઉમેરતાં ૯૭૫ થયા. તેનો ૧૨૨થી ભાગ કરતાં ૭
આવ્યા. ઉપર ૧૨૧ અંશો વધ્યા તેનો ૨થી ભાગ કરતાં ૬૦ થયા સાત ઋતુઓનો ૬થી ભાગ કરતાં ૧ આવ્યો. તથા ઉ૫૨ ૧ બચ્યો, પરિણામ ઃ ૧ સંવત્સર પસાર થયું તેના ઉપર ૧ ઋતુ વર્ષા નામનો ગયો તથા બીજા ઋતુના ૬૦ દિવસો પસાર થયા તથા અત્યારે ૬૧મો દિવસ ચાલુ છે એમ અન્યત્ર પણ ભાવના કરવી. ॥ ૨૬૨-૨૬૪ ॥ ઋતુઓનાં નામો
पाउस वासारत्तो सरओ हेमंत वसंत गिम्हा य ।
एए खलु छप्पि उऊ जिणवरदिट्ठा मए सिट्ठा ॥ २६५ ॥