________________
अधिकार चौदमो - ऋतु परिमाण
.
२६५
आगतमेकः संवत्सरोऽतिक्रान्तः, एकस्य च संवत्सरस्योपरि प्रथम ऋतुः प्रावृड्नामाऽतिगतो, द्वितीयस्य च षष्टिर्दिनान्यतिक्रान्तान्येकषष्टितमं प्रवर्त्तत इति, एवमन्यत्रापि भावना कार्या ॥ २६२-२६४ ॥ साम्प्रतममूनामृतूनां नामान्याह—
ગાથાર્થ : સૂર્ય ઋતુ લાવવા માટે પર્વને નિયમા પંદરગણું, તિથિ સંયુક્ત તથા બાસઠીયા ભાગ (અવમરાત્ર) પરિહીન કરવું. દ્વિગુણ કરી ૬૧થી યુક્ત કરી ૧૨૨થી નિયમા ભાગ કરતા જે પ્રાપ્ત થયું તેને ફરીથી ૬થી ભાગ કરતાં જે શેષ વધે તે ઋતુ હોય છે. શેષ અંશોને ૨થી ભાગ કરતાં જેટલું વધ્યું તે પ્રવર્તમાન ઋતુના દિવસો
જાણવા. ॥ ૨૬૨-૨૬૪ ॥
ટીકાર્થ : સૂર્ય સંબંધિ ઋતુ લાવવા માટે પર્વસંખ્યાને નિયમા પંદરગણી કરવી. અર્થાત્ જે પણ અહીં અષાઢાદિ પ્રભવા-શરૂ થતી ઋતુઓ છે છતાં પણ યુગ શ્રાવણ માસના કૃષ્ણપક્ષમાં શરૂ થાય છે તે પણ પ્રતિપદ (એકમ)થી તેથી યુગની શરૂઆતથી માંડીને પ્રવૃત્ત થયેલા જે પર્વો છે તેની સંખ્યાને પંદરગણી કરવી અને ક૨ીને પર્વોના ઉપર જે વિવક્ષિત દિવસને વ્યાપ્ત થઈને તિથિઓ રહેલી છે તે તેમાં ઉમેરવી ત્યારબાદ તેમાંથી પ્રતિ અહોરાત્ર ભાગથી રિહીયમાન કરતાં જે અવમરાત્રો થયેલા છે તે
૬૨
પણ ઉપચારથી ભાગ છે તેનાથી રિહીન પર્વસંખ્યા કરવી. પછી એને ૨થી ગુણવું
૧ ૬૨
અને ગુણીને એમાં ૬૧ ઉમેરવા, તે પછી ૧૨૨થી ભાગ કરતાં જે આવ્યું તેનો ૬થી ભાગ કરતાં જે શેષ બચ્યું તે ‘ઋતુ' છેલ્લો પસાર થયેલો હોય છે અને જે પણ અંશો શેષ રહ્યા તેનો ૨થી ભાગ કરતા જે પ્રાપ્ત થયું તે પ્રવર્તમાન ઋતુના દિવસો જાણવા. આ કરણગાથા માટે અક્ષરાર્થ છે.
કરણવિધિની ભાવના
પ્ર. યુગમાં પ્રથમ દિવાળીના દિવસે કોઈએ પૂછ્યું - સૂર્યનો છેલ્લો કયો ઋતુ પસાર થયો છે ? અથવા અત્યારે કયો ચાલી રહ્યો છે ?
ઉ. યુગની શરૂઆતથી ૭ પર્વો પસાર થયા છે તેને ધારવા તે પંદરગુણા કરતાં ૧૦૫ થયા એટલા સમયમાં ૨ અવમરાત્રો થયા તે બાદ કરતાં ૧૦૩ તેને ૨થી ગુણતાં ૨૦૬ તેમાં ૬૧ ઉમેરતાં ૨૬૭ તેનો ૧૨૨થી ભાગ કરતાં ૨ વ્યા. તેનો ૬ વડે