________________
अधिकार चौदमो - ऋतु परिमाण
२६९
આવ્યા તે પ્રતિરાશિ કરવા. તેના અડધા કરતાં ન આવ્યો. યુગની આદિમાં ૨ પર્વો પસાર થઈને એકમ તિથિમાં પ્રથમ પ્રાવૃત્ નામનો ઋતુ સમાપ્ત થયો.
તથા રજો ઋતુ જાણવો છે એટલે ર સ્થાપ્યા તેને બમણા કરતાં ૪ થયા તેમાંથી ૧ રૂપ ઓછું કરતા ૩ આવ્યા. તેને પાછા બેવડાવ્યા એટલે ૬ થયા એનો પ્રતિરાશિ કર્યો. હવે એ ૬ના અડધા કરતાં ૩ આવ્યા અર્થાત્ યુગની આદિથી ૬ પર્વો પસાર કરીને ત્રીજ તિથિમાં બીજી ઋતુ સમાપ્ત થઈ તથા ત્રીજી ઋતુ જાણવા ત્રણ ધારવા તેના બમણા કરતા ૬ આવ્યા અને ૧ રૂપ ઓછું કરતાં પ રહ્યા. તેના બમણાં ૧૦ આવ્યા આનો પ્રતિરાશિ કરવો. પ્રતિરાશિના અડધા કરતાં ૫ આવ્યા. અર્થાત્ યુગની આદિથી માંડીને ૧૦ પર્વો પસાર કરીને પમી તિથિએ ત્રીજો ઋતુ સમાપ્ત થયો.
તથા છઠ્ઠો ઋતુ જાણવા ૬ સ્થાપવા તેના બમણા ૧૨ થયા. તેમાંથી ૧ રૂપ ઓછું કરતા ૧૧ થયા એના બમણા કરતાં ૨૨ થયા. એને પ્રતિરાશિ કરવો. પ્રતિરાશિના અડધા કરતાં ૧૧ આવ્યા. અર્થાત્ યુગની આદિથી ૨૨ પર્વો પસાર થયા પછી ૧૧મી તિથિએ છઠ્ઠો ઋતુ સમાપ્ત થાય છે.
તથા યુગમાં ૯મો ઋતુ જાણવા માટે ૯ ધારવા તેના બમણા ૧૮ થયા. તેમાંથી ૧ રૂપ ઓછું કરતા ૧૭ થયા. તેના બમણા કરતાં ૩૪ થયા. એનો પ્રતિરાશિ કરવો. પ્રતિરાશિના અડધા કરતા ૧૭ આવ્યા. અર્થાત્ યુગની આદિથી ૩૪ પર્વો પસાર કરીને બીજા સંવત્સરમાં પોષ મહિનામાં શુક્લપક્ષે બીજતિથિએ નવમો ઋતુ સમાપ્ત થાય છે. (પ્રતિ રાશિના અડધા કરતાં જે ૧૭ શેષ થયા તેમાંથી પણ એક પર્વ બાદ થઈ જાય છે તે પર્વ પોષ કૃષ્ણ પક્ષ થાય છે તેના પછી જે ૨ વધ્યા તે પોષ માસની શુક્લ પક્ષની બીજ તિથિ થાય છે.)
તથા ત્રીસમી ઋતુ જાણવાની ઇચ્છા છે એટલે ૩૦ ધારવા તેના બમણા ૬૦ થયા. એમાંથી ૧ રૂપ ઓછું કરતા ૫૯ એના બમણા કરતાં ૧૧૮ થયા. આ પ્રતિરાશિ થયો. પર્વ સંખ્યા ૧૧૮ આવી. પ્રતિરાશિના અડધા કરતાં ૫૯ થયા. અર્થાત્ યુગની આદિથી ૧૧૮ પર્વો પસાર કરીને પ૯મી તિથિમાં અર્થાતુ પાંચમા સંવત્સરમાં પ્રથમ અષાઢ માસે શુક્લપક્ષમાં ૧૪ તિથિમાં ત્રીસમો ઋતુ સમાપ્ત થયો. અહીં ૧૧૮ પર્વ પછી પ૯મી તિથિની અપેક્ષાએ ૩ પર્વ શુદ્ધ નીકળે છે અને શેષ કથા પર્વની ૧૪ તિથિઓ રહે છે. વળી પાંચમું સંવત્સર શ્રાવણના કૃષ્ણ પક્ષની ૧ થી શરૂ થાય છે એટલે