________________
अधिकार बारमो - आवृत्ति
२५१
ગાથાર્થ : ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્ર સાથે એક અહોરાત્ર અને પંદર મુહૂર્ત યોગ કરીને અત્યંતર પ્રવેશ કરે છે. ॥ ૨૫૩ II
ટીકાર્થ : ઉત્તરાષાઢા નક્ષત્ર સાથે એક અહોરાત્ર અને પંદર મુહૂર્ત યોગ કરીને ચંદ્ર સર્વબાહ્ય મંડળમાંથી અત્યંતર પ્રવેશે છે. કારણ કે ઉત્તરાષાઢા નક્ષત્ર સાર્ધક્ષેત્ર નક્ષત્ર છે તેથી તેની સાથે ચંદ્રનો ૪૫ મુહૂર્ત યોગ છે. હવે, પુષ્યમાં દક્ષિણાવૃત્તિની ભાવના કરીએ જો ૧૩૪ અંશો દ્વારા ૬૭ પર્યાયો મળે તો એક અયનથી શું મળે ? ત્રણ રાશિની સ્થાપના ૧૩૪/૬૭/૧, અહીં અંત્ય રાશિ એકથી મધ્યમ ૬૭ ને ગુણતાં ૬૭ જ થયા... તેનો પ્રથમ રાશિ ૧૩૪થી ભાગ કરતાં પર્યાય આવ્યો. તે ૬૭ ભાગ રૂપ
૯૧૫ થયા. તેમાંથી અભિજિતના ૨૧ પર્યાયો બાદ કરતાં ૮૯૪ થયા. તેનો ૬૭થી
૬૭
૨૩
૬૭
ભાગ કરતા ૧૩ આવ્યા તેનાથી પુનર્વસુ સુધીના નક્ષત્રો શુદ્ધ છે શેષ ૨૩ વધ્યા. આ અહોરાત્રના ૬૭ ભાગો છે અર્થાત્ . પછી તેના મુહૂર્ત ભાગ કરવા માટે ૩૦થી ગુણતાં ૨૩ X ૩૦ = ૬૯૦ થયા. તેનો ૬૭થી ભાગ કરતાં ૧૦ મુહૂર્તો આવ્યા શેષ ૨૦ વધ્યા. અર્થાત્ પુનર્વસુ નક્ષત્ર સંપૂર્ણપણે ભોગવાતે છતે અને પુષ્યના ૧૦ મુહૂર્ત
૨૦
૬૭
ભોગવાતે છતે ચંદ્ર સર્વ અત્યંતર મંડળમાંથી બહાર નીકળે છે.
॥ ૨૫૨ ॥
૨૦ ૬૭
ગાથાર્થ : સંપૂર્ણ દશ મુહૂર્ત તથા એક મુહૂર્તના ભાગ પુષ્યના વિષયને પ્રાપ્ત થયેલો ચંદ્ર બહાર નીકળે છે. ॥ ૨૫૩ ॥ વિસ્તારને છોડીને મારા દ્વારા આ આવૃત્તિઓ કહેવાઈ છે.
ટીકાર્થ : સુગમ છે.
॥ શ્રીમન્મલયગિરિ વિરચિત જ્યોતિષ્કદંડક ટીકામાં આવૃત્તિ પ્રતિપાદક બારમું પ્રાભૂત સાનુવાદ સમાપ્ત થયું. I