________________
अधिकार बारमो - आवृत्ति
२४३
૬૭.
સુધી ત્યારબાદ ૩૦ મુહૂર્ત મૃગશિર, ૧૫ મુહૂર્ત આદ્ગ, ૪૫ મુહૂર્ત પુનર્વસુ તથા ૫૪૯ મુહૂર્ત ઉત્તરા ફાલ્ગની સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે. તેમાં ૩૯૯ મુહૂર્ત પુનર્વસુ સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે ત્યારબાદ, ૩૦ મુહૂર્ત પુષ્ય, ૧૫ મુહૂર્ત અશ્લેષા, ૩૦ મુહૂર્ત મઘા, ૩૦ મુહૂર્ત પૂર્વાફાલ્ગની તથા ૪૫ મુહૂર્ત ઉત્તરાફાલ્ગની શુદ્ધ થાય છે તથા ૬૬૯ મુહૂર્ત વિશાખા સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે. તેમાં ૫૪૯ સુધી ઉત્તરાફાલ્ગની સુધીના નક્ષત્રો તથા ૩૦ મુહૂર્તા હસ્તાના, ૩૦ ચિત્રાના, ૧૫ સ્વાતિના અને ૪૫ વિશાખાના છે. ૭૪૪ મુહૂર્તે મૂળા નક્ષત્ર સુધી શુદ્ધ થાય છે. તેમાં ૬૬૯ સુધી વિશાખા નક્ષત્ર સુધીના તથા ૩૦ અનુરાધાના, ૧૫ જયેષ્ઠાના, ૩૦ મૂળના તથા ૮૧૯ મુહૂર્ત સુધી ઉત્તરાષાઢા વગેરે સર્વ નક્ષત્રો શુદ્ધ થાય છે. તેમાં ૭૪૪ મુહૂર્તા વિશાખા સુધીના, પછી ૩૦ મુહૂર્તા પૂર્વાષાઢાના અને ૪૫ ઉત્તરાષાઢાના છે તથા યથા સંભવ આ બધા શોધનકોના ઉપર અભિજિત સંબંધિત શોધ્ય ભાગો છે. તે ૨૪૬ /
ગાથાર્થ ? આટલા બાદ કરીને જે શેષ વધે તે નક્ષત્ર આવૃત્તિમાં ચંદ્રની સાથે હોય તે જાણવું. | ૨૪૭ |
ટીકાર્થ : આ શોધકોને યથાસંભવ બાદ કરીને શેષ જે રહે ત્યાં યથાયોગ અપાંતરાલમાં રહેલા નક્ષત્રો બાદ કરતાં જે નક્ષત્ર શુદ્ધ થતું નથી તે નક્ષત્ર ચંદ્રની સાથે જોડાયેલું વિવક્ષિત આવૃત્તિમાં જાણવું, ત્યાં પ્રથમ આવૃત્તિમાં પ્રથમ પ્રવર્તતે છતે કયા નક્ષત્રથી યુક્ત ચંદ્ર છે તે જાણવાની ઇચ્છા છે તો પ્રથમ આવૃત્તિના સ્થાને એક ધારણ કરવો. તેને ૧ રૂપ ન્યૂન કરતાં ૧ - ૧ = ૦ અર્થાત્ કાંઈપણ પાછળ બચતું નથી એટલે પાછળના યુગમાં રહેલી આવૃત્તિઓમાંથી ૧૦મી આવૃત્તિ છે તેની ૧૦ રૂપ સંખ્યા ધારવી તેની સાથે પૂર્વનો સમસ્ત યુવરાશિ પ૭૩ 5 5 ગુણવો, ત્યાં મુહૂર્ત રાશિને ૧૦થી ગુણતાં પ૭૩૦ થયા અને જે 35 ભાગો છે તેને ૧૦થી ગુણતાં ૩૬૦ થયા તેનો દરથી ભાગ કરતાં ૫ મુહૂર્ત આવ્યા. તેને પૂર્વરાશિમાં ઉમેરતાં પ૭૩૫ શેષ : ભાગ રહ્યા. જે ચૂર્ણિકા ભાગો છે તેને ૧૦થી ગુણતાં ૬૦ આવ્યા પછી એમાંથી શોધનકો બાદ કરવા ત્યાં ઉત્તરાષાઢા સુધીના નક્ષત્રોનો શોધનક ૮૧૯, આટલા યથોક્ત રાશિને સાતવાર કરી શુદ્ધિ પ્રાપ્ત થાય છે એટલે ૭થી ગુણતાં ૫૭૩૩ તેને પ૭૩પમાંથી બાદ કરતાં પાછળ ૨ વધ્યા. તેનો ૬૨ ભાગ કરવા ૬રથી ગુણાકાર કરતાં ૧૨૪ તેને પૂર્વના