________________
२४२
ज्योतिष्करण्डकम् પ્રથમ અભિજિત્ નક્ષત્રનું શોધનક જણાવે છે
ગાથાર્થ : અભિજિતના નવમુહૂર્ત ચોવીશ બાસઠિયા ભાગો તથા સડસઠથી છેદાયેલા છાસઠ પરિપૂર્ણ ભાગો હોય છે. તે ઉત્તરાભાદ્રપદા એકસો ઓગણસાઠ, ત્રણસો નવમાં રોહિણી, ત્રણસો નવાણુમાં પુનર્વસુ, પાંચસો ઓગણપચ્ચાસમાં ઉત્તરા ફાલ્યુની, વિશાખાદિ છસો ઓગણસિત્તેર, સાતસો ચુમ્માલીશ મૂળ, આઠસો ઓગણીશ મુહૂર્ત, તથા : 5 ભાગ દરેકના શોધનકો જાણવા. / ૨૪૩-૨૪૬ /
૬૭.
ટીકાર્થઃ અભિજિત નક્ષત્રનું શોધનક નવ મુહૂર્ત, એક મુહૂર્તના ૨૪ ભાગ તથા બાસઠમા ભાગના સડસઠથી છેદાયેલા પરિપૂર્ણ ૬૬ ભાગો છે. (૯, : ; ) એની ઉત્પત્તિ કઈ રીતે થાય છે? અભિજિતનો અહોરાત્ર સંબંધિ : ભાગ ચંદ્ર સાથે યોગ છે, અહોરાત્રમાં ૩૦ મુહૂર્ત છે એટલે અહોરાત્રના મુહૂર્ત કરવા ૩૦થી ગુણતાં ૨૧ ૪ ૩૦ = ૬૩૦ તેનો ૬૭થી ભાગ કરતાં ૯ મુહૂર્ત આવ્યા. શેષ ૨૭ વધ્યા તેના ૬૨ ભાગ કરવા દરથી ગુણતાં ૧૬૭૪ થયા તેનો ૬૭થી ભાગ કરતાં જ ભાગ આવ્યા શેષ ૬૬ રહ્યા. તે 5 ભાગ સંબંધી ૬૭ ભાગો છે. અર્થાત મુહૂર્તના ૬૭ ભાગમાંથી ૬૬ ભાગ થાય છે. ૨૪૩ ..
હવે શેષ નક્ષત્રોનાં શોધનક જણાવે છે
ઉત્તરાભાદ્રપદાનો એકસો ઓગણસાઠ મુહૂર્ત શોધનક આવે છે અર્થાત એકસો ઓગણસાઠ મુહૂર્ત અભિજિતથી માંડીને ઉત્તરાભાદ્રપદા સુધીના બધા નક્ષત્રો શુદ્ધ થાય છે. તે આ રીતે ૯ મુહૂર્તી અભિજિત નક્ષત્રના, ૩૦ શ્રવણના, ૩૦ ઘનિષ્ઠાના, ૧૫ શતભિકના, ૩૦ પૂર્વભાદ્રપદાના, ૪૫ ઉત્તરાભાદ્રપદાના આ રીતે એકસો ઓગણસાઠ મુહૂર્તો દ્વારા ઉત્તરાભાદ્રપદા સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે તથા ૩૭૯ મુહૂર્ત રોહિણિકા સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે. તે આ રીતે એકસો ઓગણસાઠ મુહૂર્ત સુધી ઉત્તરા ભાદ્રપદા સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે ત્યારબાદ ૩૦ મુહૂર્ત રેવતી, ૩૦ મુહૂર્ત અશ્વિની, ૧૫ મુહૂર્ત ભરણી, ૩૦ મુહૂર્ત કૃતિકા, ૪૫ મુહૂર્ત રોહિણીકા શુદ્ધ નક્ષત્ર થાય છે. તથા ૩૯૯ મુહૂર્તે પુનર્વસુ સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે. તેમાં ૩૦૯ મુહૂર્ત રોહિણી