________________
अधिकार पांचमो - अवमरात्रि
१०३
અવમાત્ર સંબંધિ મળે છે, તેથી ૬૨મા દિવસે એક અવમાત્ર થાય છે. ત્રણ રાશિની સ્થાપના ૩૦-૩૦-૧ અહીં અંત્યરાશિ ૧ ને મધ્યમરાશિ ૩૦ થી ગુણવું – થયા ૩૦, તેનો પ્રથમ રાશિ ૩૦ સાથે ભાગ કરતાં સંખ્યા ૧ આવી એટલે એમ સમજવું. પ્રતિદિવસે - ભાગ પ્રાપ્ત થાય છે. અર્થાત્ દિવસે - ૨ અવમાત્રની ૫ ભાગ વૃદ્ધિથી દરમા દિવસે ૬૩મી તિથિ પ્રવર્તે, એટલે જે ૬૧મો અહોરાત્ર છે તેમાં ૬૧મી અને ૬૨મી તિથિ નિધન પામે છે એટલે ૬૨મી તિથિ લોકમાં ક્ષય થઈ એવો વ્યવહાર થાય છે.
ક્ષય તિથિની વિચારણા एक्वंमि अहोरत्ते दोवि तिही जत्थ निहणमेज्जास ।
साऽत्थ तिही परिहायइ सुहुमेण हविज्ज सो चरिमो ॥१११॥ एकैकस्मिन्नहोरात्रे तिथिसत्को द्वाषष्टिभागो हानिमुपगच्छन् यस्मिन्नेकषष्टितमेऽहोरात्रे द्वे अप्येकषष्टितमाद्वाषष्टितमारूपे तिथी निधनमायातः सा-द्वाषष्टितमा तिथिरत्र-एकषष्टितमेऽहोरात्रे परिहीयते, एवं च सति सूक्ष्मेण द्वाषष्टितमरूपतयाऽतिश्लक्ष्णेन एकैकेन भागेन परिहीयमानाया द्वाषष्टितमायास्तिथेः स एकषष्टितमो दिवसश्चरमपर्यवसानभूतः, तत्र सा सर्वात्मना निधनमुपगतेति भावः ॥१११॥ सम्प्रति वर्षाहिमग्रीष्मकालेषु चतुर्मासप्रमाणेषु प्रत्येकं कस्मिन् पक्षेऽवमरात्रं भवति ? इत्येतन्निरूपयति
ગાથાર્થ - એક અહોરાત્રમાં જ્યાં બે તિથિઓ નિધન પામે તે અહીં તિથિ સૂક્ષ્મથી ક્ષય થાય છે તે દિવસ તેનો છેલ્લો દિવસ થાય છે.
ટીકાર્થ :- એક-એક અહોરાત્રે તિથિસંબંધિ ૬૨મો ભાગ હાનિ પામતો જે એકસઠમા અહોરાત્રમાં બંને ૬૧ અને ૬રમી તિથિઓ ક્ષય પામી તે ૬૨મી તિથિ અહીં ૬૨માં અહોરાત્રમાં ક્ષય પામે છે એટલે સૂક્ષ્મથી ૬રમા રૂપ અતિ ગ્લજ્જ એવા એક ભાગથી ક્ષય પામતી ૬૨મી તિથિનો તે ૬૧મો દિવસ ચરમ અંત સ્વરૂપ છે. ત્યાં તે સંપૂર્ણપણે ક્ષય પામે છે. તે ૧૧૧ / અવમરાત્રોનું નિરૂપણ -
અત્યારે વર્ષા-હિમ-ગ્રીષ્મકાળ સ્વરૂપ ચાર માસ પ્રમાણમાં પ્રત્યેક કયા પક્ષમાં અવમાત્ર થાય છે તેનું નિરૂપણ કરે છે.