________________
अधिकार नवमो - नक्षत्र योग
१४५
૬૯
૧૫
૧૩
૧૫૦ થયા. પાંચમના દિવસે નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ જાણવો છે એટલે ૧૦ પર્વ ઉપર ૪ તિથિઓ ગઈ તે એમાં નાખવી. ૧૫૪ થયા દશ પર્વમાં બે અવમરાત્રો છે તે એમાંથી બાદ કરવી ૧પ૨. તેને ૮રથી ભાગ કરતાં ૧ આવ્યો તે ઉપર મૂકવો, એને ૪ થી ગુણવો એટલે ૪ થયા. નીચે શેષ ૭૦ બચ્યા ત્યાં ઉપરનો રાશિ અલ્પ હોવાથી ૨૧ એમાંથી બાદ થતા નથી તેથી ૭૦માંથી ૧ રૂપ લઈને ૬૭ ભાગ કરવા તે ૬૭ ભાગો ઉપરની રાશિમાં નાંખવા એટલે ૪ + ૬૦ = ૭૧ થયા અને નીચે ૬૯ થયા. આ તે પછી ઉપરની રાશિમાંથી અભિજિના ૨૧ બાદ કરવા અને નીચેની રાશિમાંથી નક્ષત્રમંડળ ૨૭ બાદ કરવું એટલે = ફરીથી ઉપરની રાશિમાંથી ૨૧ અને નીચેમાંથી ૨૭ બાદ કરવા એટલે ૨૯ થયા. પછી ફરીથી ઉપરની રાશિમાંથી ૨૧ બાદ કરવા અને નીચેનામાંથી ૧૫માંથી ૧૩મા એક સ્થાનવાળું પુનર્વસુ નક્ષત્ર સીમા સૂચક બાદ કરવું. પુનર્વસુ સુધીના નક્ષત્રો શુદ્ધ છે. શેષ ૨ વધ્યા - તેના દ્વારા પુષ્ય અને અશ્લેષા એ બે નક્ષત્રો શુદ્ધ છે. ઉપર ૮ રહ્યા તેને મુહૂર્ત લાવવા માટે ૩૦થી ગુણતાં ૨૪૦ થયા. તેના ૬૭થી ભાગ કરતાં ૩૬ મુહૂર્ત આવ્યા. તેથી પરિણામ એ આવ્યું કે મઘા નક્ષત્રના ૩૬ ભાગ મુહૂર્ત ચંદ્ર દ્વારા ભોગવાતે છતે ૧૦ પર્વ પછી પાંચમના દિવસે સૂર્ય ઉગે છે. તથા યુગમાં પ્રથમ દિવસે ચન્દ્ર કયા નક્ષત્ર સાથે યોગ કરે છે? એની વિચારણામાં પાછળના યુગની પર્વ સંખ્યા ૧૨૪ ધારવી. તેને ૧૫થી ગુણવા એટલે ૧૮૬૦ થાય અને ૧ યુગમાં ૩૦ અવમરાત્રો છે તે બાદ કરવા એટલે ૧૮૩૦ થયા. તેનો ૮૨થી ભાગ કરવો એટલે ૨૨ આવ્યા તેને ઉપર મૂકવા અને ૪ થી ગુણવા એટલે ૮૮ થયા. શેષ નીચે મૂકવી તે ૨૬ છે, પછી ઉપરની રાશિમાંથી અભિજિત્ બાદ કરવું. ૮૮-૨૧ = ૬૭, તેનાથી એક નક્ષત્ર પ્રાપ્ત થાય છે. નીચેની સંખ્યા ૨૬ છે એટલે સર્વસંકલનાથી ૧ + ૨૬ = ૨૭ નક્ષત્રો શુદ્ધ છે. તેથી એ પરિણામ આવ્યું કે ઉદય સમયે જ અભિજિત્ નક્ષત્ર ચંદ્ર સાથે યોગ કરે છે,
પ્ર. યુગમાં ૨ જા અહોરાત્રમાં બીજ તિથિમાં ચંદ્ર કયા નક્ષત્રથી યુક્ત છે?
ઉ. પાછળની પ્રતિપદા રૂપ તિથિ પસાર થઈ તેની સંખ્યા ૧ ધારણ કરવી, તેનો ૮૨ થી ભાગ ન થાય એટલે ૬૭ ભાગ કરવા, તેમાંથી ૨૧ અભિજિતેના ભાગ બાદ