________________
अधिकार दसमो मंडल विभाग
=
१६७
ગાથાર્થ :- અવગાહથી ઉન વિખંભ અવગાહ સમગુણ કરો. તેનું ચાર વડે ગુણેલાનું જે મૂળ છે તે મંડળક્ષેત્રનો અવગાહ (જીવા) છે. ।। ૧૮૦ ॥
ટીકાર્થ :- અવગાહ - વિવક્ષિત ભરતાદિ ક્ષેત્ર સંબંધિ વિસ્તારથી ન્યૂન જંબૂદ્વીપનો ૧૯ લાખ કલારૂપ વિષ્લેભ અવગાહ સંગુણ - વિવક્ષિત ભરતાદિ ક્ષેત્ર સંબંધિ વિસ્તાર સ્વરૂપ કરવો.
૧૯
અર્થાત્ - જે અવગાહથી ન્યૂન કર્યો તેના વડે ગુણવો. તે ગુણેલાને ફરીથી ૪ વડે ગુણવો. તેનું જે મૂળ છે તે મંડળક્ષેત્ર ગોળક્ષેત્ર - જંબુદ્રીપ સંબંધિ ક્ષેત્ર - તેના વિવક્ષિત એક દેશ ભરતાદિ આરોપિત ધનુષ્યના આકારવાળાની જીવા-પ્રત્યંચા થાય છે. ત્યાં ભરતની જીવા માટે આ કરણ લાવવું. ભરતનો વિસ્તાર ૫૨૬ ત્યાં ૫૨૬ને કલા કરવા ૧૯થી ગુણવા અને ગુણીને ઉપરની ૬ કલા ઉમેરવી એટલે ૯૯૯૪ + ૬ = ૧૦,૦૦૦ તેનાથી જંબુદ્વીપનો કલારૂપ ૧૯૦૦૦૦૦ વિધ્યુંભ ન્યૂન કરવો એટલે ૧૮,૯૦,૦૦૦ એને યથોક્ત ૧૦ હજારના વિસ્તારથી ગુણવો એટલે ૧૮૯૦૦૦૦૦૦૦૦ એને ફરી ૪ થી ગુણવો તેથી ૭પ૬૦૦૦૦0000 એનું વર્ગમૂળ કાઢવાથી ૨૭૪૯૫૪ આવ્યા. શેષ ૨૯૭૮૮૪ ૨હે છે તથા છેદરાશિ ૫૪૯૯૦૮,
-
(૨૭૪૯૫૪ ૧૮૮૪) વર્ગમૂળથી પ્રાપ્ત કલા રાશિના યોજન લાવવા તેનો ૧૯થી ભાગ કરવો એટલે ૧૪૪૭૧ યો. ૫ કલા તથા ઉદ્ધરિત કલા અપેક્ષાએ કાંઈક ન્યૂન ૧ કલા અર્થાત્ કાંઈક ન્યૂન ૬ કલા જાણવી આટલી ભરતક્ષેત્રની જીવા છે. આ રીતે શેષ ક્ષેત્રોની પણ જીવા લાવવી. ॥ ૧૮૦ ॥
હવે, ધનુ:પૃષ્ટ લાવવા માટે કરણ બતાવે છે.
ગાથાર્થ :- ઇષુ વર્ગ ૬થી ગુણેલું જીવાવર્ગમાં નાંખીને જે તેનું વર્ગમૂળ તે ધનુ:પૃષ્ટ જાણો. || ૧૮૧ ||
ટીકાર્થ :ઇષુ - ભરતાદિ સંબંધિ બાણ તેનો વર્ગ ઇષુવર્ગ એને ૬થી ગુણિત જીવાવર્ગમાં નાંખીને તે રાશિનું જે વર્ગમૂળ પ્રાપ્ત થાય તે વિક્ષિત ભરતાદિનું ધનુ:પૃષ્ટ જાણવું. હવે, આ વાતને ભરતક્ષેત્રમાં વિચારીએ.