________________
अधिकार अगियारमो - अयन प्रमाण
२२१ पृष्टं-कियन्त्ययनानि गतानि ? किं वाऽनन्तरमयनमतीतं ? किं वा साम्प्रतमयनं वर्तते ? इति, तत्र पंचविंशतिमासेषु पंचाशत्पर्वाणि, तानि पंचदशभिर्गुण्यन्ते, जातानि सप्त शतानि पंचाशदधिकानि ७५०, तत उपरितना दश प्रक्षिप्यन्ते, जातानि सप्त शतानि षष्ट्यधिकानि ७६०, पञ्चविंशतिमासेषु चावमरात्रा अभवन् द्वादश, ते ततोऽपनीयन्ते, जातानि सप्त शतान्यष्टाचत्वारिंशदधिकानि ७४८, एतेषां त्र्यशीत्यधिकेन शतेन भागो हियते, लब्धाश्चत्वारः शेषास्तिष्ठन्ति षोडश, आगतं चत्वार्ययनानि अतिक्रान्तानि, चतुर्थं चायनमननन्तरमतीतमुत्तरायणं, सम्प्रति दक्षिणायनस्य प्रवर्त्तमानस्य षोडशो दिवसो वर्तत इति, एवमन्यदपि भावनीयम् ॥२२४-२२५ ॥ साम्प्रतं चन्द्रगतस्य दक्षिणस्योत्तरस्य चायनस्य परिमाणमाह
ગાથાર્થઃ સૂર્યનું અયન કરણ - નિયમા પર્વને પંદરગણું કરવું, તેના ઉપર તિથિઓ નાંખવી, ત્યારબાદ બાસઠીયા ભાગ પરિહિન કરવું અર્થાત્ અવમરાત્રો બાદ કરવા, પછી ૧૮૩ થી ભાગતાં જે આવ્યું તે રૂપ ગ્રહણ કરવું. જો સમસંખ્યા પ્રાપ્ત થાય તો ઉત્તરાયણ જાણવું અથવા જો વિષમ આવે તો દક્ષિણાયન જાણવું, જે અંશો વધે તે ચાલતા અયનના દિવસો હોય છે. તે ૧૨૩-૧૨૫ //
ટીકાર્થ : સૂર્યના અયનને જાણવા માટે કરણ આ રીતે છે - પર્વને નિયમો પંદરગણું કરવું અર્થાત્ યુગમધ્યમાં વિવક્ષિત દિવસ પહેલાં જે પર્વો પસાર થયા તેને ૧૫થી ગુણવા. પછી તે પર્વોમાં જે તિથિઓ ઉપર પસાર થયેલી છે તે નાંખવી ત્યારપછી પ્રત્યેક અહોરાત્ર ૧-૧ બાસઠીયા ભાગથી હીન કરતાં જે અવમરાત્રો આવ્યા તે પણ ઉપચારથી બાસઠીયા ભાગો કહેવાય છે. તેનાથી પરિહિન કરવું અર્થાત્ અવમરાત્રો તેમાંથી બાદ કરવા, પછી તેનો ૧૮૩ સાથે ભાગ કરતાં જે ૧-૨ વગેરે રૂપ મળે તે ગ્રહણ કરવું. જો ત્યાં બે-ચાર વગેરે સમઆંક મળે તો ત્યારે પસાર થયેલું અયન ઉત્તર જાણવું અથવા જો વિષમ આંક આવે તો ત્યારે દક્ષિણાયન પસાર થયેલું છે એમ જાણવું અને જે શેષ અંશો પાછળ બચે છે તે તત્કાલ ચાલતા અયનના દિવસો થયેલા જાણવા. .
જેમ કે, યુગમાં નવ માસ પસાર થયા પછી પાંચમના દિવસે કોઈ પૂછે છે - કર્યું અયન તુરંતમાં પસાર થયું છે અથવા વર્તમાનમાં કયું અયન ચાલે છે ?
ત્યાં નવ મહિનાના ૧૮ પર્વો છે તેને ૧૫થી ગુણતાં ૨૭૦ થયા, નવ માસ ઉપર પાંચમના દિવસે પૂછાયું એટલે એમાં ૫ ઉમેરતાં ૨૭૫, નવ મહિનામાં ૪ અમરાત્રો