________________
अधिकार अगियारमो - अयन प्रमाण
२२५
૧૩૪ અહોરાત્રો એક દક્ષિણ અથવા ઉત્તર ચંદ્રાયનનું પરિમાણ છે. તે કઈ રીતે જાણવું? અહીં નક્ષત્ર માસનું પરિમાણ ૨૭ ભાગ અહોરાત્ર છે. તેથી ચંદ્રાયનમાં એના અડધા યથોક્ત અહોરાત્રો પ્રમાણ થાય છે અથવા એક યુગમાં ૧૩૪ ચંદ્રાયનો હોય છે અને યુગમાં અહોરાત્રો ૧૮૩) છે તેથી અહીં બૈરાશિક કર્મનો અવકાશ છે. જો ૧૩૪ અયનો દ્વારા ૧૮૩૦ અહોરાત્ર પ્રાપ્ત થાય તો ૧ અયનથી કેટલા? ૧૩૪૧૮૩૦-૧, અંત્યરાશિને મધ્યરાશિ સાથે ગુણતાં ૧૮૩૦ તેનો પ્રથમ રાશિથી ભાગ કરતાં ૧૩ આવ્યા. શેષ ૮૮ વધ્યા. તેને ૬૭થી ગુણતાં ૫૮૯૬ થયા તેને ૧૩૪થી ભાગ કરતા ૪ આવ્યા. મેં ૨૨૬ ||
હવે, ચંદ્રાયણને જાણવા માટે કરણ બતાવે છે
ગાથાર્થ : ચંદ્રાયણનું કરણ - પર્વને નિયમા ૧૫ ગુણા કરવા, તેમાં તિથિઓ ઉમેરવી અને બાસઠીયા ભાગો બાદ કરવા. તેનો નક્ષત્રના અર્ધમાસથી ભાગ કરતાં જે રૂપ આવે તે ગ્રહણ કરવું. જો રૂપ સમ આવે તો દક્ષિણાયન જાણવું અને જો વિષમ આવે તો ઉત્તરાયણ જાણવું તથા ચંદ્રના શેષ અંશોનું આ કરણ કરવું. સડસઠથી ભાગતા જે પ્રાપ્ત થાય તેટલા દિવસો જાણવા અને ઉપર જે અંશો વધે તે પ્રવર્તમાન અયનના દિવસના ભાગો થાય છે. | ૨૨૭-૨૩૦ ||
ટીકાર્થ ઃ ચંદ્રગત દક્ષિણ અથવા ઉત્તર અયનને જાણવા માટે આ કરણ છે. યુગમાં જેટલા પર્વો પસાર થયા તેને ૧પથી ગુણવા, પર્વોના ઉપર જે તિથિઓ પસાર થઈ તે તેમાં નાંખવી. પછી અવરાત્રી એમાંથી બાદ કરવા, ત્યારપછી નક્ષત્રના અર્ધમાસથી તેમાં ભાગ કરતાં ૧-૨ વગેરે જે રૂપ પ્રાપ્ત થાય તે ગ્રહણ કરવું. ત્યાં જો સમ પ્રાપ્ત થાય તો છેલ્લું દક્ષિણ ચંદ્રાયણ પસાર થયું છે એમ જાણવું અને જો વિષમ સંખ્યા આવે તો ઉત્તરાયણ જાણવું. અહીં યુગની આદિમાં પહેલાં ચંદ્રાયણ ઉત્તર છે પછી દક્ષિણાયન છે એટલે સમભાગમાં છેલ્લું દક્ષિણાયન પસાર થયેલું જાણવું. વિષમ પ્રાપ્ત થતાં ઉત્તરાયણ અને જે શેષ અંશો ઉદ્ધરિત છે તે અંશોનું - ચંદ્રાયણના અંશોનું આ રીતે કરણ બતાવે છે. તે અંશોનો ૬૭થી ભાગ કરતાં જે આવે તેટલા પ્રવર્તમાન અયનના દિવસો હોય છે ત્યાં પણ ઉદ્ધરિત અંશો એ દિવસના ભાગો જાણવા. તે આ રીતે યુગની મધ્યમાં નવમાસ પસાર થતાં પાંચમના દિવસે કોઈ પૂછે કે, અત્યારે કર્યું ચંદ્રાયણ પસાર