________________
ज्योतिष्करण्डकम्
થયું ? અથવા વર્તમાનમાં ઉત્તર અયન છે કે દક્ષિણાયન ? ત્યાં નવ માસના પર્વો ૧૮ છે તેને ૧૫થી ગુણતાં ૨૭૦ થાય છે નવમાસ ઉપર પાંચમનું પૂછાયું એટલે ૫ ઉમેરતાં ૨૦૫ થયા તેમાંથી નવ માસના ૪ અવમરાત્રો બાદ કરતાં ૨૭૧ તેનો નક્ષત્રના અડધા માસથી ભાગ કરવો. નક્ષત્રનો અર્ધમાસ પરિપૂર્ણ નથી. પરંતુ કેટલાક ૬૭ ભાગ અધિક છે એટલે અહોરાત્રોના ૬૭ ભાગ કરવા ૬૭થી ગુણતાં ૨૭૧ X ૬૭ = ૧૮૧૫૭. નક્ષત્રાર્ધમાસનું દિવસ પરિમાણ ૧૩ ત્યાં ૧૩ના ૬૭ ભાગ કરવા ૬૭થી ગુણવા એટલે ૮૭૧ થયા. એમાં ઉપરના ૪૪ અંશો ઉમેરતાં ૯૧૫ એના દ્વારા પૂર્વ રાશિ ૧૮૧૫૭નો ભાગ કરતા ૧૯ આવ્યા. શેષ ૭૭૨ વધ્યા. પરિણામ એ આવ્યું કે ૧૯ ચંદ્રાયણો પસાર થયા. એમાં વિષમ સંખ્યા હોવાથી છેલ્લું પસાર થયેલું ઉત્તર ચંદ્રાયણ છે. વર્તમાનમાં પ્રવર્તમાન ચંદ્રાયણ દક્ષિણ છે તેના ૧૧ દિવસો તથા ૧૨મા દિવસના ૩૫ ભાગ પાંચમ સમાપ્ત થતાં થશે. II
૬૭
૬૭
२२६
તથા યુગમાં ૨૫ માસ પસાર થયા પછી દશમના દિવસે કોઈએ પૂછ્યું - કેટલા ચંદ્રાયણો પસાર થયાં ? અને વર્તમાનમાં છેલ્લું કયુ ચંદ્રાયણ પસાર થયું ? તથા અત્યારે કયું ચંદ્રાયણ ચાલે છે ઉત્તર કે દક્ષિણ ?
ત્યાં ૨૫ માસના પર્વો ૫૦ તેને ૧૫થી ગુણતાં ૭૫૦ થયા. એમાં પર્વોના ઉ૫૨ પસાર થયેલી ૧૦મી તિથિએ પૂછ્યું એટલે ૧૦ ઉમેરવા એટલે ૭૬૦ થયા. એમાંથી ૨૫માસના ૧૨ અવમરાત્રો બાદ કરતાં ૭૪૮ થયા. તેના ૬૭ ભાગ કરવા ૬૭થી ગુણતાં ૫૦૦૯૬ (૫૦૧૧૬) થયા તેનો ૯૧૫થી ભાગ કરતા ૫૪ આવ્યા. શેષ ૮૮૬ (૭૦૬) બચ્યા. તેનો દિવસ લાવવા ૬૭થી ભાગ કરતાં ૧૩ (૧૦) દિવસો આવ્યા. શેષ ૧૫(૩૬) વધ્યા, પરિણામે ૫૪ ચંદ્રાયણો પસાર થયા, છેલ્લું પસાર થયેલ ચંદ્રાયણ સમસંખ્યા આવવાથી દક્ષિણાયન છે. વર્તમાનમાં ઉત્તરાયણના ૧૩(૧૦) દિવસો ગયા છે અને ૧૪(૧૧)માં દિવસના ૧૫(૩૬)/૬૭ ભાગો દશમ પૂરી થતાં થશે. એમ અન્યત્ર પણ ભાવવું. ॥ ૨૨૭-૨૩૦ ॥
॥ શ્રીમદ્ મલયગિરિવિરચિત જ્યોતિષ્કડંડક ટીકામાં અયન બતાવનારું અગિયારમું પ્રામૃત સાનુવાદ સમાપ્ત ॥