________________
अधिकार बारमो - आवृत्ति
२२९
આવૃત્તિ કહેવાય છે. એક યુગમાં સૂર્યના દશ અયનો હોય છે. સૂર્યની યુગમાં ૧૦ આવૃત્તિઓ હોય છે તે કઈ રીતે જાણી શકાય છે ? એ ઐરાશિકબલથી જાણી શકાય છે. તે આ રીતે- જો ૧૮૩ દિવસે ૧ અયન થાય છે તો ૧૮૩૦ દિવસે કેટલા અયનો થાય ? ૧૮૩-૧-૧૮૩૦ અંત્યરાશિથી મધ્યરાશિનો ગુણકા૨ ક૨વો એટલે ૧૮૩૦ થયા. એનો પ્રથમ રાશિથી ભાગ કરતાં ૧૦ આવ્યા. એટલે યુગમાં સૂર્યના દશ અયનો હોય છે અને આવૃત્તિઓ દશ હોય છે. જો ૧૩ દિવસે ૪ ભાગે એક ચંદ્રનું અયન થાય છે. તેથી
૬૭
૧૮૩૦ દિવસે કેટલા ચંદ્રાયણો થાય છે ? એમાં ત્રિરાશિની સ્થાપના ૧૩૪૪
૬૭
૧૧૮૩૦ પ્રથમ રાશિમાં સવર્ણના કરવા માટે ૧૩ દિવસોને ૬૭થી ગુણવા અને ગુણીને ઉપરના અંશો એમાં ઉમેરવા એટલે કુલ ૯૧૫ ભાગો થાય છે. ૧૮૩૦ને પણ સવર્ણ કરવા માટે ૬૭થી ગુણતાં ૧૨૦૨૬૧૦ થયા. ત્યાં આવી અંત્ય રાશિ દ્વારા મધ્યમને ગુણવી. તેથી તે જ રાશિ થાય છે. તેનો ૯૧૫થી ભાગ કરવો એટલે ૧૩૪ આવ્યા. આટલા ચંદ્રાયણો યુગમાં થાય છે. તથા આટલી ચંદ્રની આવૃત્તિઓ થાય છે. ૨૩૨ હવે સૂર્યની જે આવૃત્તિ જે દિવસે થાય છે તેને તે રીતે બતાવે છેपढमा बहुलपडिव विइया बहुलस्स तेरसीदिवसे ।
सुद्धस्स य दसमीए बहुलस्स य सत्तमीए उ ॥ २३३ ॥
सुद्धस्स चउत्थीए पवत्तए पंचमी उ आउट्टी ।
या आउट्टीओ सव्वाओ सावणे मासे ॥ २३४ ॥
इह सूर्यस्य दशाऽऽवृत्तयो भवन्ति, एतच्चानन्तरमेव भावितं, तत्र पंचावृत्तयः श्रावणे मासे पञ्च माघमासे । तत्र याः श्रावणे मासे भवन्ति, तासां मध्ये प्रथमा बहुलपक्षे प्रतिपदि १ द्वितीया 'बहुलस्य' बहुलपक्षस्य सम्बन्धिनी त्रयोदशीरूपे दिवसे २ तृतीया 'शुद्धस्य' शुक्लपक्षस्य दशम्यां ३ चतुर्थी बहुलपक्षस्य सप्तम्यां ४ 'शुद्धस्य' शुक्लपक्षस्य चतुर्थ्यां प्रवर्त्तते पंचमी आवृत्ति: ५, एताः सर्वा अप्यावृत्तयः श्रावणे मासे वेदितव्याः ॥ २३३-२३४॥ साम्प्रतमेता आवृत्तयो येन नक्षत्रेण युता भवन्ति तन्नक्षत्रनिरूपणार्थमाह
ગાથાર્થ : પ્રથમ આવૃત્તિ બહુલ પ્રતિપત્તિમાં (કૃષ્ણપક્ષની એકમે), બીજી બહુલની તેરસે, ત્રીજી સુદની દશમીએ, ચોથી બહુલની સાતમે, પાંચમી આવૃત્તિ સુદની ચોથે પ્રવર્તે છે. આ સર્વે આવૃત્તિઓ શ્રાવણ માસમાં આવે છે.