________________
१७८
ज्योतिष्करण्डकम्
योजनेष्वेकस्य योजनस्य वृद्धिरिति, यथा चोपरितनभागादधोऽवतरणे वृद्धिस्तथा मूलादारभ्योर्ध्वमुक्तक्रमेण हानिः प्रतिपत्तव्येति ॥ १९१ ॥ तदेवं मेरुवक्तव्यतामभिधाय सम्प्रति तदवधिसापेक्षां चन्द्रसूर्यादिवक्तव्यतामाह
ગાથાર્થ :- મૂળ અને અગ્ર વિખંભનો વિશ્લેષ કરી ઉંચાઈથી ભાગ આપતાં જે પ્રાપ્ત થાય તે હૃદ-નદી અને પર્વતની ઉભયબાજુથી પ્રદેશવૃદ્ધિ થાય છે.
ટીકાર્થ - મૂળ-આદિવિખંભ અને અગ્ર-ઉપરનો વિખંભ આ બંનેનો વિશ્લેષ કરવો, મોટા વિખંભ પરિમાણમાંથી નાનો વિખંભ પરિમાણ બાદ કરવો ત્યારબાદ ઊંચાઈથી ભાગ કરવો, એમ કરતાં જે આવે તે હૃદમાંથી નીકળેલી ગંગા-સિંધુ આદિ નદીઓ અને મેરૂ આદિ પર્વતોની બંને બાજુએથી પ્રત્યેક પ્રદેશવૃદ્ધિ જાણવી. મેરૂની અહીં વાત ચાલતી હોવાથી આ કરણ મેરૂ ઉપર ભાવીએ. મેરૂનો મૂળ વિખંભ ૧OOOO યોજન, ઉપરનો ૧૦00 યોજન એમનો વિશ્લેષ કરતાં ૯000 યોજન રહ્યા. તેનો ૯૯000થી ભાગ કરવો. ત્યાં “શૂન્યનો શૂન્યથી છેદ ઉડાવવો” એ ન્યાયથી બંને રાશીની શૂન્ય ઉડાવતાં ઉપરનો રાશિ ૯ અને નીચેનો રાશિ ૯૯ થયો. ૯ એ ૯૯ના ભાગને આપતો નથી એટલે ૯ ને ૧૧થી ગુણવા એટલે ૯૯ થયા તેનો ૯૯થી ભાગ કરતાં ૧ આવ્યો એટલે કે, 1 ભાગ. મેરૂની બંને બાજુ પ્રત્યેક વૃદ્ધિ આટલી થાય છે. અહીં આ ભાવના છે ઉપરના મસ્તકથી નીચે અવતરણ કરતાં ૧૧ પ્રદેશ પસાર થતા ૧ પ્રદેશની વૃદ્ધિ થાય છે. ૧૧ અંગુલે ૧ અંગુલ, ૧૧ ધનુષે ૧ ધનુષ, ૧૧ ગાઉએ ૧ ગાઉ તેમજ ૧૧ યોજને ૧ યોજનની વૃદ્ધિ થાય છે, જેમ ઉપરથી નીચે ઉતરતાં વૃદ્ધિ થાય છે તેમ મૂળથી ઉપર ચડતાં પણ ઉક્ત ક્રમે હાનિ માનવી. તે ૧૯૧ ||
આમ, મેરૂની વક્તવ્યતા કહીને હવે તેની અવધિને સાપેક્ષ ચંદ્ર-સૂર્યની વક્તવ્યતા જણાવે છે.
चंदा सूरा तारागणा य नक्खत्तगहगणा चेव ।
तं ते पदक्खिणगई परेंति मेरुं गइरई य ॥ १९२ ॥ . चन्द्राः सूर्याः तारागणाः, गणा इति द्वौ चन्द्रौ द्वौ सूर्यो द्वौ तारागणौ जम्बूद्वीपे चत्वारो लवणसागरे द्वादश घातकीखण्डे द्विचत्वारिंशत्कालोदधौ द्विसप्ततिः पुष्करद्वीपार्द्ध इति बहुवचनं, नक्षत्रग्रहगणाश्चेति, अत्र गणशब्दः प्रत्येकमभिसंबध्यते, तद्यथा- ग्रहगणा नक्षत्रगणाश्च,