________________
२१२
ज्योतिष्करण्डकम्
૬૧
ટીકાર્થ:- સર્વ અત્યંતર મંડળમાંથી બહાર નીકળતા બે સૂર્યોની એક-એક મંડળમાં અબાધા (પરસ્પર અંતર) વૃદ્ધિ પાંચ યોજન તથા પાંત્રીશ એકસઠીયા ભાગ (૫૫) આટલા યોજન જ સર્વબાહ્ય મંડળથી અંદર પ્રવેશતા બે સૂર્યોનું એક-એક મંડળમાં અબાધા હાનિ થાય છે. તે આ રીતે – સર્વબાહ્ય મંડળથી અંદર બીજા મંડળમાં પ્રવેશેલા બે સૂર્યોની પરસ્પર અબાધા ૧૦૦૬૫૪ છે. સર્વબાહ્યથી અત્યંતર ત્રીજા મંડળમાં ૧૦૮૬૪૮ છે. આમ સર્વબાહ્ય મંડળથી અંદર પ્રવેશતા બે સૂર્યોના પરસ્પર અંતરની વિચારણામાં પY યોજનની હાનિ ત્યાં સુધી જાણવી કે જયાં સુધી સર્વ અત્યંતર મંડળ આવે તે સર્વ અત્યંતર મંડળમાં અબાધા પહેલાં જ બતાવેલી છે. તે ૨૧૬ |
ચંદ્રનું પણ સર્વબાહ્ય અને સર્વવ્યંતર મંડળમાં સૂર્યોની જેમ પરસ્પર અબાધા પરિમાણ જાણવું, પરંતુ સર્વબાહ્ય મંડળમાં સૂર્યની અપેક્ષાએ 5 ભાગ ન્યૂન છે કારણ કે એક ચંદ્ર ૯ ભાગ સૂર્યથી અંદર ચાલે છે તેમ બીજો પણ તેથી ૧૬ ભાગથી ન્યૂનતા છે. શેષ મંડળોમાં પ્રત્યેક દક્ષિણાયનમાં વૃદ્ધિ તથા ઉત્તરાયણમાં હાનિ ૭૨ યોજન તથા 1 ભાગ છે તે બતાવે છે
ગાથાર્થ :- બે ચંદ્રોની પરસ્પર અબાધા બોતેર યોજન એકાવન અંશ તથા ભાગ જાણવી. / ર૧૭ |
સર્વાત્યંતર અને સર્વબાહ્ય સિવાયના શેષ મંડળોમાં બે ચંદ્રો વચ્ચેની પરસ્પર અબાધા દક્ષિણાયનમાં વૃદ્ધિ તથા ઉત્તરાયણમાં હાનિ ૭૨ તથા ભાગ છે. તે આ રીતે – એક ચંદ્ર વિકંપનું પરિમાણ ૩૬૩૫ ૪ યોજન છે તેને બમણું કરતા યથોક્ત પ્રમાણ આવે છે. એને જ પ્રગટ રીતે જણાવે છે – સર્વાત્યંતર મંડળમાં પરસ્પર અબાધા ૯૯૨૪૦ યોજન છે. તેનાથી બીજા મંડળમાં પરસ્પર અબાધા ૯૯૭૧૨ યોજન, ત્રીજા મંડળમાં ૯૯૭૮૫ યોજન ચોથા મંડળમાં ૯૯૮૫૮ યોજન, પાંચમા
૬૧
૭.
૬૧
૭