________________
अधिकार दसमो - मंडल विभाग
२१७ ટીકાર્થ - ચંદ્રની પણ મંડળે-મંડળ પરિરય પરિવૃદ્ધિ નિયમા બસોત્રીશ (૨૩૦) યોજન સાધિક જાણવી. તે આમ, ચંદ્રની મંડળ-મંડળે આયામ-વિખંભની વૃદ્ધિ ૭૨ 1 યોજન છે ત્યાં યોજનના ૬૧ ભાગ કરવા ૬૧થી ગુણવા એટલે ૪૩૯૨ થયા. એમાં ઉપરના પ૧ ઉમેરતા ૪૪૪૩ થયા એના ૭ ભાગ કરવા ૭ થી ગુણી ઉપરનો ૧ ઉમેરતાં કુલ ૩૧૧૦૨ થયા. હવે આ રાશિનો વર્ગ કરી ૧૦થી ગુણો એટલે ૯૬૭૩૩૪૪૦૪૦ આવ્યા. એનું વર્ગમૂળ કાઢતાં ૯૮૩પ૩ આવ્યા તથા શેષ ૩૧૪૩૧ વધ્યા. વર્ગમૂળની રાશિનો ૬૧ X ૭ = ૪૨૭ થી ભાગ કરતાં ૨૩૦ યોજન આવ્યા. ઉપર શેષ ૧૪૩ બચ્યા તેથી એની અપેક્ષાએ અને પૂર્વે વર્ગમૂળ લાવવા માટે બાકી રહેલાની અપેક્ષાએ સાધિક કહ્યું છે. આટલી ચંદ્રસંબંધિ મંડળે-મંડળે પરિધિની પરિવૃદ્ધિ જાણવી. / ૨૨૦ ||
|| શ્રીમદ્ મલયગિરિવિરચિત જ્યોતિષ્કરંડક ટીકામાં મંડળના વિભાગનું પ્રતિપાદન કરતું દશમું પ્રાભૃત સાનુવાદ સમાપ્ત થયું. તે