________________
१८२
ज्योतिष्करण्डकम् ટીકાર્થ - સૂર્યના અત્યંતર મંડળમાં પરિધિ ૩,૧૫,૦૮૯ કાંઈક અધિક હોય છે, આ પરિધ “વિખંભદશગુણ' ઇત્યાદિ કરણથી સ્વયં લાવવો અથવા જે એકતરફથી પણ જંબૂદ્વીપનો વિખંભ ૧૮૦ યોજન બીજી બાજુથી પણ તેટલો જ છે, તે ૩૬૦નો પરિચય પરિમાણ ૧૧૨૮ છે તે જંબૂદ્વીપના પરિચયમાંથી બાદ કરવો. તેથી યથોકત સર્વવ્યંતર મંડળનો પરિચય પ્રમાણ થાય છે, તેના પછી બીજા મંડળનો પરિધિ લંબાઈ-પહોળાઈ દ્વારા ૯૯૬૪૫, ૩૫ તે આ રીતે એકતરફથી સભ્યતર મંડળગત ભાગો અને ૨ યોજન વચમાં છોડીને રહેલું છે અને બીજી બાજુથી પણ તેટલું જ છોડીને રહેલું છે તેથી બંને બાજુ મળીને તે પ યોજન તથા 3 ભાગો પૂર્વમંડળ વિખંભ કરતા આ મંડળ વિખંભમાં વધે છે અને આ સર્વાત્યંતરથી બીજા મંડળનો પરિચય ૩૧૫૧૦૭ થાય છે તે આ રીતે પૂર્વમંડળના વિખંભથી આ મંડળના વિખંભમાં ૫૫ ભાગો યોજનના વધે છે અને પ યોજનનો પરિચય ૧૭ સમષિકભાગ યોજન થાય છે પરંતુ વ્યવહારથી પરિપૂર્ણ ૧૮ યોજન કહેવાય છે, તે પૂર્વમંડળની પરિઘ રાશિમાં ઉમેરતા યથોકત સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ સંમત બીજુ મંડળ પરિમાણ થાય છે તથા સર્વાત્યંતર મંડળથી ત્રીજા મંડળનો આયામ - વિખંભ ૯૯૬૫૧, પરિચય ૩૧૫૧૨૫ છે એમ મંડળમંડળે આયામ-વિખંભ પY અને પરિચયમાં ૧૮ યોજન વધતા વધતાં ત્યાં સુધી કહેવું કે
જ્યાં સર્વ બાહ્યમંડળમાં ૧૦૮૬૬૦ આયામ-વિખંભ દ્વારા પરિચય પ્રમાણ આવે. || ૧૯૬ / ફરીથી સાક્ષાત્ (પ્રકટ રીતે) બતાવે છે
ગાથાર્થ :- સૂર્યના બાહ્યમંડળનો પરિચય ૩૧૮૩૫૦ યોજન હોય છે. ટીકાર્ય :- ગાથા સુગમ છે. || ૧૯૭ //.
આ રીતે મંડળ પરિચય પરિમાણ કહ્યું. હવે, ચંદ્રના જે મંડળો સૂર્યના પણ સાધારણ છે અને જે ચંદ્રમાના જ અસાધારણ છે તે બતાવે છે.
दस चेव मंडलाइं अभितरबाहिरा रविससीणं ।
सामन्त्राणि उ नियमा पत्तेयं पंच चंदस्स ॥ १९८ ॥ १. पत्तेया होंति सेसाणि- सूर्यप्रज्ञप्त टीका पत्र १४० ॥