________________
१९६
ज्योतिष्करण्डकम्
બાદ કરતાં જ ભાગ બાકી રહે છે, આટલું પ્રમાણ બીજા ચંદ્રમંડળ ક્ષેત્રમાં સૂર્યમંડળથી બહાર નીકળેલું ચંદ્રમંડળ છે. એમ સર્વમંડળોમાં ભાવના કરવી. આ વાત આચાર્ય સ્વયં જણાવશે એટલે સંમોહ ન કરવો. / ૨૦૫ / છટ્ટા વગેરે મંડળોમાં વિશેષતા
ગાથાર્થ - છટ્ટા વગેરેમાં રવિશેષ રવિશશિનું અંતર જાણવું અને તેમાં ચંદ્ર શુદ્ધ હોતે છતે બહાર સૂર્યાન્તરથી અધિક જાણવું. / ૨૦૬ /
ટીકાર્ય - છઠ્ઠાદિ ચંદ્રમંડળોમાં પૂર્વોક્ત કરણવશ જે પ્રાપ્ત થાય છે ત્યાં સૂર્યમંડળથી જે શેષ છે તે સૂર્ય-ચંદ્રનું અંતર જાણવું. ર યોજન પ્રમાણ સૂર્યના અંતરથી ચંદ્ર શુદ્ધ થતાં સૂર્યના અંતરમાંથી જે અધિક પરિમાણ બચે છે તે ચંદ્રની બહાર સૂર્યમંડળથી પહેલાનું અંતર જાણવું, જે રીતે છઠ્ઠા ચંદ્રમંડળમાં અંતર જાણવાની ઇચ્છા છે તો છને રૂપ ન્યૂન કરવા એટલે પાંચ આવ્યા, તે : ભાગો સાથે ગુણવા, એટલે ૧ થયા ત્યાં : ભાગથી સૂર્યમંડળ વિશુદ્ધ છે. શેષ ૯ ભાગ રહ્યા આટલું તે પ્રદેશમાં ચંદ્ર-સૂર્યનું અંતર છે. તેથી આ ૨ યોજનરૂપ સૂર્યાન્તર પરિમાણથી પરિશુદ્ધ ચંદ્રમંડળ પરિમાણ : ભાગરૂપ શુદ્ધ છતે જે શેષ રહે છે. ( 1) આટલું છઠ્ઠા ચંદ્રમંડળ પછી અને સૂર્યમંડળ પહેલાનું અંતર જાણવું, આમ શેષ મંડળોમાં ભાવના કરવી. / ૨૦૬ .
ગાથાર્થ - જ્યાં ચંદ્ર શુદ્ધ થતો નથી તે ત્યાં ચંદ્રનું પ્રત્યેક-અસાધારણ જાણવું. તેમાંથી જે શેષ છે તે સામાન્ય અને તેના પછી જે વિશેષિત તે સૂર્યનું અસાધારણ જાણવું.
ટીકાર્થ:- જે ચંદ્રમંડળ ક્ષેત્રમાં ચંદ્ર શુદ્ધ થતો નથી જેમ કે ૧૧, ૧૨, ૧૩, ૧૪ કે ૧૫માં મંડળમાં ત્યાં જેટલું ચંદ્રનું પ્રમાણ શુદ્ધ છે તે ચંદ્રનું અસાધારણ ક્ષેત્ર જાણવું અને તેના પછી ચંદ્રમંડળાન્તર્ગત સૂર્યમંડળ સંબંધી જે શેષ છે તે સામાન્ય જાણવું અને તેના પછી જે વિશેષિત - અસાધારણ છે તે સૂર્યનું ક્ષેત્ર જાણવું. જેમ કે ૧૧મા ચંદ્રમંડળમાં અંતરાદિનું પ્રમાણ જાણવાની જિજ્ઞાસા છે. તેથી ૧૧ને રૂપ ન્યૂન કરવા એટલે ૧૦ આવ્યા. તેને : સાથે ગુણવા એટલે 115 3 થયા. એમાંથી ૪ ભાગે સૂર્યમંડળ
૬૧