________________
१४८
ज्योतिष्करण्डकम्
છે. જે નક્ષત્ર જેટલા ૬૭ ભાગો ચંદ્ર સાથે ચાલે છે તે નક્ષત્ર અહોરાત્રના તેટલા પાંચ ભાગ સૂર્યની સાથે ચાલે છે. ત્યાં અભિજિત 3 ભાગો ચંદ્ર સાથે વર્તે છે, તેથી એટલા પાંચ ભાગો અહોરાત્રના સૂર્ય સાથે તેનું વર્તન જાણવું. ૨૧નો પથી ભાગ કરવો એટલે ૪ અહોરાત્ર તથા ભાગ બાકી રહે છે. તેના મુહૂર્ત લાવવા ૩૦ થી ગુણતાં ૩૦ તેને ૫ થી ભાગ કરતાં ૬ મુહૂર્ત આવ્યા. એના પછી શેષ નક્ષત્રોનાં સૂર્ય સાથે યોગો કાળપરિમાણને આશ્રયીને કહીશું. | ૧૬૧-૧૬૨ || શતભિષફ, ભરણી, આદ્ર, અશ્લેષા, જેષ્ઠા આ છ નક્ષત્રો પ્રત્યેક સૂર્ય સાથે ૬ અહોરાત્ર તથા ૨૧ મુહૂર્ત ચાલે છે. તે આ રીતે - આ નક્ષત્રો ચંદ્ર સાથે ૩૩ ભાગો ચાલે છે. તેથી એટલા ૫ ભાગો અહોરાત્રના સૂર્ય સાથે ચાલે છે. સાડા નૈત્રિશ ને ૫ થી ભાગ કરવાથી ૬ અહોરાત્ર આવ્યા પાછળ ૩ ભાગ રહ્યા. તેના સવર્ણ કરવાથી ૭ આવ્યા તેને ૩૦ થી ગુણતાં ૨૧૦ થયા. તેના પરિપૂર્ણ મુહૂર્ત લાવવા માટે ૧૦ થી ભાગ કરતાં ૨૧ મુહૂર્ત આવ્યા. આ રીતે ૬ અહોરાત્ર તથા ૨૧ મુહૂર્તા આવ્યા. તે ૧૬૩ . ત્રણ ઉત્તરા-ઉત્તરભદ્રપદા, ઉત્તરફાલ્ગની તથા ઉત્તરાષાઢા તથા પુનર્વસુ, રોહિણી અને વિશાખા પ્રત્યેક આ છે નક્ષત્રો સૂર્યની સાથે ૨૦ અહોરાત્ર તથા ૩ મુહૂર્ત ચાલે છે. આ છ એ નક્ષત્રો ચંદ્ર સાથે ૧૦૦ ભાગ ચાલે છે તેથી એટલા ૫ ભાગ અહોરાત્રના સૂર્ય સાથે તેમનું ગમન જાણવું. ૧૦૦નો પ થી ભાગ કરતાં ૨૦ અહોરાત્ર પરિપૂર્ણ આવ્યા તથા જે પણ ભાગનો ઉદ્ધરે છે અર્થાત્ ભાગ રહે છે તેમાં ૧ને ૩૦ થી ગુણતાં ૩૦ થયા. તેનો ૧૦થી ભાગ કરતા ૩ મુહૂર્તા આવ્યા. તે ૧૬૪ . બીજા શ્રવણ-ઘનિષ્ઠા વગેરે પંદર નક્ષત્રો સૂર્યની સાથે ૧૩ પરિપૂર્ણ અહોરાત્રો તથા ૧૨ મુહૂર્તી ચાલે છે તે આ રીતે - આ નક્ષત્રો પરિપૂર્ણ ૬૭ ભાગો ચંદ્ર સાથે ચાલે છે તથા સૂર્ય સાથે આટલા પ ભાગ અહોરાત્રના ૬૭ ચાલે છે. ૬૭ ને ૫ થી ભાગ કરતા ૧૩ અહોરાત્રો આવ્યા. શેષ ર અહોરાત્ર રહ્યા. તેના મુહૂર્ત લાવવા ૩૦ થી ગુણવા પછી ૫ ભાગ કરવા. ૨ x ૩૦ + ૫ = ૧૨ મુહૂર્ત આવ્યા. તે ૧૬૫ | હવે, આદાન-વિસર્ગ પરિજ્ઞાન માટે સૂર્યવિષયક કરણ બતાવે છે.