________________
१५६
ज्योतिष्करण्डकम्
हृते लब्धास्त्रिंशन्मुहूर्त्ताः ३०, एतावान् समक्षेत्राणां प्रत्येकं चन्द्रयोगः, तथा द्वयर्द्धक्षेत्राणां सूर्ययोगो विंशतिरहोरात्रास्त्रयो मुहूर्त्ताः, तत्राहोरात्रसंख्या मुहूर्त्तकरणार्थं त्रिंशता गुण्यते, जातानि षट् शतानि, उपरितनाश्च त्रयो मुहूर्त्तास्तत्र प्रक्षिप्यन्ते, जातानि षट् शतानि यत्राणि ६०३, तानि पंचभिर्गुण्यन्ते, जातानि त्रीणि सहस्राणि पंचदशोत्तराणि ३०१५, तेषां सप्तषष्ट्या भागे हृते लब्धाः पंचचत्वारिंशन्मुहूर्त्ताः ४५, एतावान् द्वयर्द्धक्षेत्राणां प्रत्येकं चन्द्रेण सह योगः ॥ १७२ ॥ सम्प्रत्युपसंहारमाह
नक्खत्ताणं जोगा चंदाइच्चेसु करणसंजुता । भणिया
=
नक्षत्राणां चन्द्रादित्येषु - चन्द्रविषये - आदित्यविषये च योगाः - करणसंयुक्ता भणिताः પ્રતિપાતિાઃ ॥
॥ इति श्रीमलयगिरिविरचितायां ज्योतिष्करण्डकटीकायां नक्षत्रयोगप्रतिपादकं नवमं प्राभृतं समाप्तम् ॥
ગાથાર્થ :- નક્ષત્ર-સૂર્ય યોગ મુહૂર્ત રાશિ કરેલો પાંચ ગુણો ૬૭થી વિભક્ત થયેલો ચંદ્રનો યોગ થાય છે. ॥ ૧૭૨ |
ટીકાર્થ :- અર્ધક્ષેત્રાદિ નક્ષત્રોનો સૂર્ય સાથે જે યોગ છે તેનો મુહૂર્ત રાશિ કરવો અને કરીને પાંચથી ગુણવો, પછી ૬૭થી ભાગ કરતાં જે મળે તે ચંદ્રનો યોગ જાણવો. અહીં પણ આ ભાવના - કોઈ શિષ્ય પૂછે છે - જ્યાં સૂર્ય ૬ દિવસ ૨૧ મુહૂર્ત રહે છે ત્યાં ચંદ્ર કેટલો કાળ રહે છે ? ત્યાં મુહૂર્ત રાશિ કરવા માટે ૬ દિવસો ૩૦ સાથે ગુણવા એમાં ઉપરના ૨૧ મુહૂર્તો નાખવા એટલે કુલ સંખ્યા ૬ X ૩૦ + ૨૧ = ૨૦૧ થશે. તેને પથી ગુણતાં ૧૦૦૫ તેનો ૬૭થી ભાગ કરતાં ૧૫ મુહૂર્તો આવ્યા એટલે પ્રત્યેક અદ્વેશ્રેત્ર નક્ષત્રોનો ચંદ્ર સાથે યોગ છે તથા સમક્ષેત્રોનો સૂર્યયોગ ૧૩ દિવસ ૧૨ મુહૂર્ત છે તેના મુહૂર્ત કરવા ૧૩ X ૩૦ + ૧૨ = ૪૦૨ થયા. તેને પથી ગુણતાં ૨૦૧૦ તેનો ૬૭થી ભાગ કરતાં ૩૦ મુહૂર્ત આવ્યા. આટલો પ્રત્યેક સમક્ષેત્રોનો ચંદ્ર સાથે યોગ તથા સાદ્ધક્ષેત્રોનો સૂર્ય સાથે યોગ ૨૦ દિવસ ૩ મુહૂર્ત એને ૩૦ થી ગુણતાં ૬૦૦ +
१. इयं गाथा जेटि० खंटि० आदर्शयो र्न दृश्यते, ज० खं० पु०मु० आदर्शेषु तु दृश्यते ।