________________
१६०
ज्योतिष्करण्डकम् ઉપલક્ષણથી આયામ પણ એક લાખ યોજનનો જાણવો. આ જંબૂદ્વીપમાં ભરતાદિ ક્ષેત્રો છે તેનું પ્રતિપાદન કરે છે.
ગાથાર્થ:- ભરત તથા હેમવત, હરિવર્ષ તથા વિદેહવર્ષ, રમક, વૈરણ્યવત્ અને સાતમું ઐરાવત વર્ષ છે. / ૧૭૫ /
ટીકાર્ય - આ ક્ષેત્રો અહીંના પ્રજ્ઞાપકની અપેક્ષાએ આ ક્રમથી વ્યવસ્થિત છે. પ્રથમ ભરત ક્ષેત્ર તે પ્રત્યક્ષથી જણાય છે તેના પછી બીજું હૈમવત્ ક્ષેત્ર, પછી ત્રીજું હરિવર્ષ ક્ષેત્ર, ચોથું મહાવિદેહ વર્ષ, પાંચમું રમ્ય ક્ષેત્ર, છઠ્ઠ હૈરણ્યવત્ ક્ષેત્ર તેના ઉત્તરે સાતમું ઐરાવત ક્ષેત્ર છે. / ૧૭૫ // હવે વર્ષધર બતાવે છે.
ગાથાર્થ :- લઘુ-મહાહિમવંત, નિષધ, નીલવંત તથા રુકમી, શિખરી નામનો આ છઠ્ઠો પર્વત આ છ વર્ષધરો હોય છે.
ટીકાર્ય :- જંબુદ્વીપમાં આ છ વર્ષધર પર્વતો છે. પ્રથમ ભરતક્ષેત્ર પછી લધુ હિમવાનું, તેના પછી ઉત્તરમાં બીજો મહાહિમવાનું તેના પછી ત્રીજો નિષેધ, તેના ઉત્તરે ચોથો નીલવાનું તેના પછી પાંચમો રુકમી અને છઠ્ઠો શિખરી પર્વત છે. તે ૧૭૬ || વર્ષ અને વર્ષધરોનું સ્વરૂપ
ગાથાર્થ :- બધાજ વર્ષ-વર્ષધરો પૂર્વ-પશ્ચિમ લાંબા હોય છે. જંબૂદ્વીપની દક્ષિણમાં ભરત તેમજ ઉત્તર તરફ ઐરવત છે. ૧૭ળા
ટીકાર્થ :- ભરતાદિ જે વર્ષો અને લઘુહિમવંતાદિ જે વર્ષધરો છે. એ બધાજ પૂર્વપશ્ચિમ લાંબા અને સામર્થ્યથી ઉત્તર-દક્ષિણ પહોળા છે. ત્યાં ભરતક્ષેત્ર જંબૂદ્વીપના દક્ષિણ તરફ અને ઐરવતક્ષેત્ર ઉત્તરબાજુ હોય છે. આ વર્ષો અને વર્ષધરોના નામોનો અર્થ જે રીતે ક્ષેત્ર સમાસટીકામાં કહ્યો છે તે રીતે જાણવો. ૧૭છા વર્ષ - વર્ષધરોનો વિસ્તાર
भरहेरवयप्पभिई दुगुणोदुगुणो उ होइ विक्खंभो ।
वासावासहराणं जाव इवासं विदेहि त्ति ॥ १७८ ॥ भरतैरावतप्रभृतीनां, किमुक्तं भवति ?- जम्बूद्वीपस्य दक्षिणपार्वे भरतादीनामुत्तराभिमुखानां उत्तरपार्श्व ऐरवतादीनां दक्षिणाभिमुखानां वर्षाणां वर्षधराणां च विष्कम्भः पूर्वस्माद् द्विगुणो द्विगुणस्तावदसेयो यावदुभयेषां वर्ष विदेहा इति, इयमत्र भावना