________________
अधिकार नवमो - नक्षत्र योग
१५३ જયેષ્ઠા નક્ષત્ર શુદ્ધ બાદ કરવું એટલે શેષ ૧૫ દિવસ ૨૭ મુહૂર્ત રહ્યા. તેમાંથી ૧૩ દિ. ૧૨મુ.નું મૂળ નક્ષત્ર શુદ્ધ થાય છે એટલે હવે શેષ ૨ દિવસ ૧૫ મુહૂર્તી રહ્યા. આટલો કાળ ૧૦ પર્વ પસાર થયા પછી પાંચમના દિવસે પૂર્વાષાઢામાં પ્રવેશેલા સૂર્યનો થયો.
પ્ર. યુગના પ્રથમ સંવત્સરના અંતે કયા નક્ષત્રથી સૂર્ય યુક્ત હોય છે?
ઉ. પ્રથમ સંવત્સરમાં ૨૪ પર્વો હોય છે તેને ૧૫થી ગુણતાં ૩૬૦ થયા. સંવત્સરમાં ૬ અવમરાત્રો તે તેમાંથી બાદ કરતા ૩૫૪. અહીં પણ ૩૬૬થી ભાગ આવતો નથી એટલે યથાસંભવ શોધન કરવું ત્યા ૩૨૧ દિ. ૬ મુહૂર્તો દ્વારા રોહિણી સુધીના નક્ષત્રો શુદ્ધ છે. શેષ ૩૨ દિ. ૨૪ મુ. બચ્યા. તેમાંથી પણ ૧૩ દિ - ૧૨ મુહૂર્તનું મૃગશીર્ષ નક્ષત્ર શુદ્ધ છે. શેષ બચ્યા ૧૯ દિ. ૧૨મુ. તેમાંથી પણ ૬ દિ. ૨૧ મુહૂર્તનું આદ્રા નક્ષત્ર શુદ્ધ છે. શેષ રહ્યા ૧૨ દિ. ૨૧ મુ. આટલો કાળ ત્યારે પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશેલા સૂર્યનો થયો.
અહીં, જે નક્ષત્ર અહોરાત્ર કાળ સુધી ચંદ્ર સાથે યોગ પ્રાપ્ત કરે છે તેનો સૂર્ય સાથે જેટલો કાળ યોગ છે તેના ત્રીશમા ભાગ પ્રમાણ ૧ સૂર્યમુહૂર્ત છે તે ૧૩ મુહૂર્તો છે. તથા ૧ મુહૂર્તના દરમા ભાગના ૬૭થી છેદાયેલા પ૩ ભાગો છે. આવા પ્રમાણવાળા મુહૂર્તી અર્ધક્ષેત્રોના નક્ષત્રોના ૧૫, સમક્ષેત્ર નક્ષત્રોના ૩૦, સાર્ધક્ષેત્ર નક્ષત્રોના ૪૫ છે. ત્યાં ૧૨ દિ. ૨૧ મુહૂર્તો દ્વારા ૩૫૪ ભાગો ચંદ્ર સંવત્સર સંબંધિ છે. તે કાંઈક સમધિક ૨૮ સૂર્ય મુહૂર્તી થાય છે તથા શેષ એવા પ્રમાણ કાંઈક અધિક ૧૬ મુહૂર્ત સૂર્યના હોય છે. આ વાત સૂર્યપ્રાપ્તિમાં કહેલી છે જે આગળ જણાવેલી છે. ll૧૭૦ના
હવે, અર્થક્ષેત્ર - સમક્ષેત્ર - સાર્ધક્ષેત્ર નક્ષત્રોનું સૂર્ય યોગ વિષયક કાળ પરિમાણ જાણવા માટે કરણ બતાવે છે -
नक्खत्तचंदजोगे नियमा सत्तट्ठिए पडुप्पन्ने । पण्णेण सएण भए लद्धं सूरस्स सो जोगो ॥ १७१ ॥