________________
१४४
ज्योतिष्करण्डकम्
રાશિમાંથી ૧ રૂપ લઈને ૬૭ ભાગ કરાય તે ભાગો લબ્ધરાશિમાં નાખો પછી તેમાંથી અભિજિતુ નક્ષત્રના ૨૧ ભાગો પૂર્વક્રમથી બાદ કરો, બાદ કરીને ૫, ૧૦, ૧૩, ૧૮, ૨૨, ૨૭ નંબરના સાર્ધ ક્ષેત્ર નક્ષત્રો બાદ કરો તે ભાદ્રપદાદિથી અષાઢા સુધીના છે. | ૧૫૯ || એ બાદ કરીને જે શેષ રહે તે નક્ષત્ર હોય તે શેષને ૩૦ થી ગુણી ૬૭ ભાગ કરતાં જે મળે તે મુહૂર્તા જાણવા. / ૧૬૦ ||
ટીકાર્ય :- જે દિવસે ચન્દ્રની સાથે યુક્ત નક્ષત્ર જાણવાની ઇચ્છા છે તે દિવસથી પહેલાં જે પર્વો યુગમાં પસાર થયેલા છે તે સંખ્યાથી વિચારી તે સંખ્યા ધારણ કરવી. સૂત્રમાં પર્વસંખ્યા પણ ઉપચારથી પર્વ કહેવાયેલી છે. પર્વ પંદરતિથિ રૂ૫ છે એટલે તે ૧૫થી ગુણાય. ગુણિને તે પર્વોની ઉપર વિવક્ષિત તિથિથી જે પૂર્વે અતિત તિથિઓ છે તેના સહિત તે પર્વ કરવું. અર્થાતુ - પંદરથી ગુણ્યા પછી પર્વના ઉપરની તિથિઓ વ્યતિત થયેલી પર્વમાં નાંખવી. પછી જે અવરાત્રો અતિક્રાન્ત પર્વોમાં ગયા તેનાથી પરિહીન કરવું. અર્થાત એમાંથી અવરાત્રો બાદ કરવા. પછી ૮૨થી ભાગ કરવો. તે ભાગમાં જે આવ્યું અને જે અંશો બચ્યા તે બુદ્ધિથી સમ્યગુ અવધારણ કર. મળેલા ને ઉપર સ્થાપ. અંશો નીચે રાખ. લબ્ધ છે એનો રાશિ તરીકે વ્યવહાર કરવો અને અંશો શેષ રાશિ તરીકે ગણવા, ત્યાં જે ભાગલબ્ધ છે તેને નિયમા ચાર ગુણું કરવું. કર્યા પછી લબ્ધરૂપ રાશિમાંથી અભિજિત નક્ષત્રના ૨૧ ભાગો બાદ કર, શેષ રાશિમાંથી ૨૭ નક્ષત્રમંડળ બાદ કરવા. હવે, ઉપરનો રાશિ અલ્પ હોવાથી ૨૧નો બાદબાકી થઈ ન શકે તો શું કરવું? શેષ નીચેના રાશિરૂપમાંથી ૧ રૂપ લઈને ૬૭ ભાગ કરવા અને ફરી તે ૬૭ ભાગ લબ્ધરાશિમાં નાખો અને નાંખીને તેમાંથી અભિજિતુ નક્ષત્રના ૨૧ ભાગો પૂર્વનુસાર બાદ કરો, બાદ કરીને પાંચ-દશ-તેર-અઢાર-બાવીશ અને સત્તાવીશ રૂપ શોધ્ય એવા સાર્ધક્ષેત્ર પર્યન્ત સૂચક ભદ્રાપદાદિ - અષાઢ સુધીના નક્ષત્રોને બાદ કરો. તથા પંચક એટલે શ્રવણથી માંડીને ઉત્તરભદ્રાપદા રૂપ સાધ ક્ષેત્ર પર્યન્ત સૂચક. દશક રોહિણી રૂપ સાર્ધ ક્ષેત્ર સીમા સૂચક, તેરસ - પુનર્વસુરૂપ સાર્ધક્ષેત્ર સીમા સૂચક, અઢારમી-ઉત્તરાફાલ્ગની, ૨૨મી વિશાખા તેમજ ૨૭મી સમસ્ત નક્ષત્રમંડળ સમાપ્તિ સૂચિકા અર્થાત્ ઉત્તરાષાઢારૂપ સાર્ધક્ષેત્ર સીમા સૂચિકા. આ શોધેલા અને તેના ઉપરના નક્ષત્રો હોતે છતે જે બચે તે આદાન નક્ષત્ર જાણવું. અને જે ઉપરના શેષ તેને ૩૦થી ગુણીને ૬૭થી ભાગ કરતાં જે મળ્યા તે મુહૂર્તા જાણવા. ત્યાં પણ અવશેષ-બચેલા અંશો મુહૂર્તના ૬૭ ભાગો જાણવા આ રીતે કરણગાથા સમજાવી. હવે, ભાવના કરાય છે
યુગના પ્રથમ સંવત્સરમાં ૧૦ પર્વ ગયા પછી પાંચમના દિવસે ચંદ્રનો ક્યા નક્ષત્ર સાથે યોગ હોય છે ? એવી જિજ્ઞાસામાં પર્વસંખ્યા ૧૦ ધારવી. તેને ૧૫થી ગુણવી