________________
अधिकार छट्टो - नक्षत्र परिमाण
१२३
જેટલા પ્રમાણ ક્ષેત્ર સૂર્યદ્વારા એક અહોરાત્રમાં પસાર કરાય તેટલા પ્રમાણ ક્ષેત્રમાં જે નક્ષત્રો ચંદ્રની સાથે યોગ કરે છે તે સમક્ષેત્ર નક્ષત્રો છે. સમ = અહોરાત્ર પ્રમાણ ક્ષેત્રવાળા આવા નક્ષત્રો પંદર છે. તે શ્રવણ, ઘનિષ્ઠા, પૂર્વભાદ્રપદા, રેવતી, અશ્વિની, કૃતિકા, મૃગશિર, પુષ્ય, મઘા, પૂર્વાફાલ્ગની, હસ્ત, ચિત્રા, અનુરાધા, મૂળ, પૂર્વાષાઢા તથા જે અર્ધ અહોરાત્ર પ્રમિત ક્ષેત્રનો ચંદ્ર સાથે યોગ કરે છે તે અર્ધક્ષેત્ર નક્ષત્રો તે છ છે- શતભિષફ, ભરણી, આદ્ર, અશ્લેષા, સ્વાતિ, જયેષ્ઠા, બીજું છે અર્ધ જેનું તે સાર્ધ, સાર્ધક્ષેત્ર અહોરાત્ર સાર્ધપ્રમાણમાં ચંદ્રનો યોગ છે જેનો તે સાર્ધ અથવા કયાધ ક્ષેત્ર કહેવાય છે તે નક્ષત્રો પણ ૬ છે. ઉત્તર ભદ્રપદા, ઉત્તરફાલ્યુની, ઉત્તરાષાઢા, રોહિણી, પુનર્વસુ અને વિશાખા. અહીં સીમા પરિમાણની વિચારણા કરતાં સડસઠ ભાગ કરાયેલો એક અહોરાત્ર કલ્પવો એટલે સમક્ષેત્ર નક્ષત્રોના પ્રત્યેકના ૬૭ ભાગો કલ્પવા, અદ્ધક્ષેત્ર નક્ષત્રોના તેનાથી અડધા 9 અર્થાત્ સાડા ત્રેત્રીશભાગ કલ્પવા તથા સાદ્ધ ક્ષેત્ર નક્ષત્રોના દોઢ ગુણા અર્થાત્ ૨૭૪૧ = ૧૦૦ ભાગો કલ્પવા. અભિજિત્ નક્ષત્રના ભાગો છે. સમક્ષેત્ર નક્ષત્રો ૧૫ છે એટલે ૬૭ને ૧૫થી ગુણતાં ૧૦૦પ થયા. અર્ધક્ષેત્રો ૬ છે એટલે ૩૩ને દથી ગુણતાં ૨૦૧, સાર્ધક્ષેત્રો પણ દ છે. તેને = ૧૦૦ ને ૬ થી ગુણતાં ૬૦૩. હવે અભિજિત નક્ષત્રના ૨૧ ભાગો પણ ઉક્ત ત્રણ ભાગોમાં ઉમેરતાં ૨૧ + ૧૦૦૫ + ૨૦૧ + ૬૦૩ = ૧૮૩૦ ભાગો થયા. આટલા ભાગ પ્રમાણ એક અર્ધ્વમંડળ અને તેટલું જ બીજુ પણ અધમંડળ છે એટલે ૧૮૩૦ x ૨ = ૩૬૬૦ થયા. એક અહોરાત્રમાં ૩૦ મુહૂર્તા છે એટલે ૩૬૬૦ ભાગોમાં ૩૦ ભાગની કલ્પના માટે તેને ૩૦ થી ગુણતાં ૧૦૯૮૦૦ થયા. /૧૩૮-૧૩૯ || આ રીતે મંડલછેદપરિમાણ જણાવીને હવે નક્ષત્રસીમા પરિમાણ જણાવે છે.
નક્ષત્રોનું સીમા પરિમાણ छच्चेव सया तीसा भागाणं अभिइसीमविक्खंभे । दिट्ठो सव्वडहरगो सव्वेहि अणंतनाणीहिं ॥ १४० ॥ सयभिसया भरणीए अद्दा अस्सेस साइ जेट्ठाए।। पंचुत्तरं सहस्सं भागाणं सीमविक्खंभो ॥ १४१ ॥