________________
अधिकार आठमो - चंद्र-सूर्य-नक्षत्र गति
१३५
મુહૂર્તો નાખતા ૫૯ મુહૂર્તો થાય છે. સવર્ણ કરવા માટે તેને ૩૬૭થી ગુણવા, ગુણીને ઉપરના ૩૦૭ એમાં ઉમેરવા ૫૯ X ૩૬૭ + ૩૦૭ = ૨૧૯૬૦ થયા. ત્યારબાદ ઐરાશિક - જો મુહૂર્તગત ૩૬૭ ભાગોના ૨૧૯૬૦ અધિક ભાગો દ્વારા ૧૦૯૮૦૦ મંડલ ભાગોના ૧ મુહૂર્તથી શું પ્રાપ્ત થાય ? ૨૧૯૬૦ - ૧૦૯૮૦૦ - ૧, ત્યાં પ્રથમ રાશિ મુહૂર્તગત ૩૬૭ ભાગરૂપ છે એટલે અન્યરાશિ પણ ૩૬૭થી ગુણવો એટલે ૩૬૭ જ થાય. તેને મધ્યરાશિ ૧૦૯૮૦૦થી ગુણતાં ૪૦૨૯૬૬૦૦ થયા. તેના પ્રથમ રાશિથી ભાગ કરતાં ૧૮૩૫ આવ્યા. નક્ષત્ર આટલા ભાગો પ્રતિમુહૂર્ત ચાલે છે. તથા ચંદ્ર ૧ મુહૂર્તમાં તથા પ્રવિભક્ત મંડળ સંબંધિ ૧૭૬૮ ભાગ ચાલે છે. અહીં પણ પ્રથમ ચંદ્રનો મંડળકાળ બતાવવો. તે પછી તેના અનુસાર મુહૂર્તગતિ પરિમાણ લાવવું. મંડળના નિરૂપણ માટે બૈરાશિક ગણના જો ૧૭૬૮ સકલયુગ વર્તિભાગો દ્વારા ૧૮૩૦ અહોરાત્ર મળે તો ૨ અર્ધ મંડળ દ્વારા એકમંડળથી કેટલા અહોરાત્ર પ્રાપ્ત થાય. અહીં ત્રણ રાશિની સ્થાપના-૧૭૬૮-૧૮૩૦-૨, અંત્યરાશિથી, મધ્યરાશિ ગુણતાં ૩૬૬૦ થયા તેને પ્રથમરાશિ ૧૭૬૮થી ભાગ આપતાં ૨ અહોરાત્ર આવ્યા તથા ૧૨૪ શેષ રહ્યા તેના મુહૂર્ત લાવવા ૩૦ થી ગુણવાથી ૩૭૨૦ થયા તેનો ૧૭૬૮થી ભાગ કરતાં ૨ મુહૂર્ત આવ્યા તથા ભાગ શેષ રહ્યા તેને ૮ થી અપવર્તના કરતા થયા. અર્થાત્ ચંદ્ર ૨ અહોરાત્ર તથા ૨ મુહૂર્તમાં ૨ અર્ધમંડળ પરિપૂર્ણ ચરે છે. આ રીતે મંડળકાળનું રિજ્ઞાન કરાયું. હવે તેના અનુસાર પ્રતિમુહૂર્ત ગતિપરિમાણ વિચારાય છે. ૨ અહોરાત્રના મુહૂર્ત ૨ × ૩૦ = ૬૦ તેમાં ઉપરના ૨ મુહૂર્ત ઉમેરતાં ૬૨ થયા. તેને સવર્ણ કરવા માટે ૨૨૧થી ગુણતાં ૬૨ ૪ ૨૨૧ = ૧૩૭૦૨ એમાં ૨૩ ભાગો ઉમેરતાં કુલ ભાગો ૧૩૭૨૫ થયા. આ એક મંડળકાળગતમુહૂર્ત સંબંધિ ૨૨૧ ભાગોનું પરિમાણ છે. પછી, ઐરાશિક અવતાર જો ૧૩૭૨પ દ્વારા ૨૨૧ ભાગોનો મંડલ ભાગ ૧૦૯૮૦૦ પ્રાપ્ત થાય તો ૧ મુહૂર્તથી શું પ્રાપ્ત થાય ? ત્રિરાશિ સ્થાપના ૧૩૭૨૫-૧૦૯૮૦૦-૧, અંત્યરાશિને પ્રથમ રાશિ મુહૂર્ત ગત ૨૨૧ ભાગ રૂપ હોવાથી સવર્ણ ક૨વા માટે ૨૨૧ વડે ગુણતાં ૨૨૧ થયા. તેને મધ્ય રાશિ ૧૦૯૮૦૦ સાથે ગુણતાં ૨૪૨૬૫૮૦૦ થયા. તેનો પ્રથમ રાશિ ૧૩૭૨૫ સાથે ભાગ કરતાં ૧૭૬૮ વધ્યા. આટલા ભાગો ચંદ્ર જે તે મંડળમાં ૧ મુહૂર્તે પસાર થાય છે. સૂર્ય તથા પ્રવિભક્ત મંડળ સંબંધિ ૧૮૩૦ ભાગ એક મુહૂર્તમાં ચારો ચરે છે. એ પણ ઐરાશિક બળથી જાણી
૧૮૪ ૧૭૬૮
૨૩ ૨૨૧
૨૩ ૨૨૧
-
=