________________
अधिकार छट्ठो - नक्षत्र परिमाण
१११ ગાથાર્થ :- જંબુદ્વીપ, લવણોદધિ, ઘાતકીખંડ દ્વીપ, કાલોદધિ સમુદ્ર અને અર્ધપુષ્કરદ્વીપ આ અઢી દ્વીપો અને બે સમુદ્રો મનુષ્યક્ષેત્ર છે. અહીં સમા(કાળ) વિભાગો છે એના પછી સર્વ દેવારણ્ય છે. આ પ્રમાણે મનુષ્યક્ષેત્ર છે. અહીં વિચારી એવા જ્યોતિષગણો છે. પછીના દ્વિપસમુદ્રોમાં અવસ્થિત જ્યોતિષો જાણવા. ને ૧૧૭-૧૧૯ છે.
ટીકાર્થ :- સર્વ દ્વીપ-સમુદ્રોમાં અત્યંતર રહેલો પ્રત્યક્ષથી ઉપલબ્ધ પ્રથમ જંબૂદ્વીપ છે, પછી સર્વતઃ તેનો પરિક્ષેપ કરનાર લવણોદધિ છે. તેના પણ પછી ચારેબાજુથી લવણોદધિનો પરિપી ઘાતકીખંડ દ્વીપ છે, તેનો પણ સર્વતઃ પરિક્ષેપી કાલોદધિ સમુદ્ર છે અને તેનો પણ પરિક્ષેપી અદ્ધ પુષ્કર દ્વીપ છે. જેબૂદ્વીપ, ઘાતકીખંડ અને અર્ધ પુષ્કરદ્વીપ આ અઢી દ્વીપ અને લવણોદધિ-કાલોદધિ રૂપ બે સમુદ્રો મનુષ્યક્ષેત્ર છે. કારણ, આ ક્ષેત્રમાં જ મનુષ્યોના જન્મ-મરણ થાય છે. આ મનુષ્ય ક્ષેત્રમાં સમા (કાળ) વિભાગો સુષમસુષમાદિ હોય છે, મનુષ્યક્ષેત્રના પછી સર્વક્ષેત્ર દેવારણ્ય-દેવોનું ક્રિીડનસ્થાન છે, ત્યાં જન્મથી મનુષ્યો નથી કે કોઈ કાળવિભાગ પણ નથી. એની જ સ્પષ્ટતા કરે છે - આટલુ મનુષ્ય ક્ષેત્ર છે અને એમાં વિચરણશીલ એવા જ્યોતિષસૂર્યચંદ્રગ્રહ નક્ષત્ર તારા ગણો છે. મનુષ્યક્ષેત્રની બહાર શેષ તપ-સમુદ્રોમાં અવસ્થિત
જ્યોતિષો જાણવા. || ૧૧૭-૧૧૯ / પ્રતિદ્વીપ - પ્રતિસમુદ્ર ચંદ્રાદિનું પરિમાણ
दो चंदा इह दीवे चत्तारि य सागरे लवणतोए ।
धायइसंडे दीवे बारस चंदा य सूरा य ॥ १२० ॥ 'इह' अस्मिन् प्रत्यक्षत उपलभ्यमाने 'द्वीपे' जम्बूद्वीपे द्वौ चन्द्रौ अंते 'बारस चंदा य सूरा य' इति चन्द्रसमानसंख्यानां सूर्याणामभिधानात् सर्वत्राप्यनुक्ता अपि चन्द्रतुल्याः सूर्याः प्रतिपत्तव्याः, ततो न केवलमस्मिन् जम्बूद्वीपे चन्द्रौ द्वौ, किन्तु सूर्यावपि द्वौ च, तथा चत्वारश्चन्द्रमसश्चत्वारः सूर्याश्च 'सागरे' समुद्रे 'लवणतोये' लवणोदे, घातकीखण्डे द्वीपे द्वादश चन्द्रा द्वादश सूर्याश्च ॥१२०॥ अधुना कालोदसमुद्रादिषु चन्द्रादित्यप्रमाणानयनाय करणमाह
ગાથાર્થ :- આ જંબૂદ્વીપમાં બે ચંદ્ર, લવણોદધિ સાગરમાં, ચાર, ઘાતકીખંડમાં ૧૨ ચંદ્રો અને સૂર્યો છે. પ્રત્યક્ષ દેખાતા આ જંબૂદ્વીપમાં અંતમાં બે ચન્દ્ર છે. અંતમાં “બાર