________________
१०८
ज्योतिष्करण्डकम्
૬૨
આ કરણ પણ બરાબર છે. બીજ ઉદિષ્ટ કરતાં ૩૭ પર્વ આવ્યા તે પછી ૩૭ને ૧૫ સાથે ગુણવા એટલે પપપ થયા. બીજ નાશ પામી અને ત્રીજ થઈ એટલે ત્રણ રૂપ એમાં ઉમેરવા એટલે ૫૫૮ થયા. આ રાશિ ૬રથી ભાગતાં નિરંશ ભાગ આપે છે. તેથી ૫૫= ૯ આવ્યા. એ રીતે નવમો અવમાત્ર એ કરણ બરાબર છે. એ પ્રમાણે બધીય તિથિઓમાં કરણભાવના અને અવમાત્ર સંખ્યા સ્વયં ભાવવી પર્વનિર્દેશ માત્ર કરાય છે
ત્યાં ત્રીજમાં ચોથ સમાપ્ત થઈ, સાઠમા પર્વમાં, એમ ચોથમાં પાંચમ ૪૧મા પર્વમાં, પાંચમમાં છઠ્ઠ ૧૨મા પર્વમાં, છઠ્ઠમાં સાતમ ૪પમા પર્વમાં, સાતમમાં આઠમ ૧૬મા પર્વમાં, આઠમમાં નોમ ૪૯મા પર્વમાં, નવમીમાં દશમ ૨૦મા પર્વમાં, દશમમાં એકાદશી પ૩મા પર્વમાં, એકાદશીમાં બારસ ૨૪મા પર્વમાં, બારસમાં તેરસ પ૭માં પર્વમાં, તેરશમાં ચતુર્દશી ૨૮મા પર્વમાં, ચતુર્દશીમાં પૂર્ણિમા ૬૧મા પર્વમાં, પૂર્ણિમામાં પડવો ૩૨મા પર્વમાં સમાપ્ત થાય છે. એમ, આ યુગના પૂર્વાર્ધમાં થાય છે. તે જ રીતે યુગના ઉત્તરાર્ધમાં પણ જાણવું. તે ૧૧૫ /
| શ્રીમલયગિરિવિરચિત જ્યોતિષ્કરંડક ટીકામાં અવમાત્ર નામનું
પાંચમું પ્રાભૃત સાનુવાદ સમાપ્ત .