________________
१०२
ज्योतिष्करण्डकम्
દેખાય છે તે માસના અવમરાત્રો થતા જાણવા. દિવસે-દિવસે અવમાત્રનો ભાગ થાય છે. આ રીતે દર દિવસે અવમાત્ર થાય છે. તે ૧૦૦-૧૧૦ ||
ટીકાર્થ : આ તિથિનિષ્પત્તિ મારા દ્વારા વિસ્તારને છોડીને કરાઈ છે. અત્યારે સંક્ષેપથી કાંઈક માત્રથી પ્રતિપાદન કરતો અવમાત્રને કહીશ. // ૧૦૭ |
પ્ર. સર્વદા અનાદિ પ્રવાહથી પતિત હોઈ કાળ પ્રતિનિયત સ્વભાવવાળો જ પરાવર્ત થાય છે. તેની કોઈપણ જાતની ક્યાંય હાનિ થતી નથી કે ક્યાંય સ્વરૂપથી ઉપચય થતો નથી તો અવમરાત્રતા કઈ રીતે સંભવે ?
| ઉ. સૂર્યાદિ ક્રિયાથી ઉપલક્ષિત અનાદિ પ્રવાહ પતિત પ્રતિનિયત સ્વભાવવાળા કાળની સ્વરૂપથી ક્યાંય હાનિ કે વૃદ્ધિ થતી નથી. પરંતુ, સર્વદા તથા જગસ્વભાવથી જ રહેલો છે તથા પ્રતિનિયતરૂપ આ કાળ છે. ફક્ત જે માસોની વૃદ્ધિ-અપવૃદ્ધિ થતી જણાય છે તે એક અન્યતર માસોની છે. અર્થાત્ - કર્મમાસની અપેક્ષાએ ચન્દ્રમાસ વિચારતાં કાળની અપવૃદ્ધિ અને સૂર્યમાસ વિચારતાં કાળની વૃદ્ધિ થાય છે. સ્વરૂપની અપેક્ષાએ તો ત્રણેય માસો સદા પ્રતિનિયત સ્વરૂપ ભાવવાળા પરાવર્તે છે એટલે તેના દ્વારા કાળની કોઈ વૃદ્ધિ-હાનિનો સંભવ નથી. / ૧૦૮ //
અત્યારે તે જ વૃદ્ધિ-હાનિ બતાવાની ઇચ્છાથી કર્મમાસની અપેક્ષાએ ચન્દ્રમાસની વિચારણામાં કાળની હાનિ બતાવે છે
કર્મમાસ પરિપૂર્ણ ૩૦ અહોરાત્ર પ્રમાણ છે અને ચંદ્રમાસ ૨૯ અહોરાત્ર પ્રમાણ છે અને તેથી ચંદ્રમાસ પ્રમાણ અને કર્મમાસ પ્રમાણનો પરસ્પર વિશ્લેષ કરવો કર્મ માસમાંથી ચંદ્ર માસ બાદ કરવો, એટલે જે અંશો ઉદ્ધરિત થયેલા દેખાય 39 રૂપ તે અવમાત્રના ભાગો છે તે અવમાત્ર ૨ માસના અંતે પરિપૂર્ણ થાય છે. તેના સંબંધી તે પૂર્ણ ભાગો માસના અંતે જોવા અર્થાત એક કર્મમાસ પરિપૂર્ણ થતે છતે ૩૦ ભાગો અવમાત્ર સંબંધિ પ્રાપ્ત થાય છે. ૧૦૯ | જો માસના અંતે આટલા અવરાત્રના ભાગો પ્રાપ્ત થાય તો પ્રતિદિવસ કેટલા પ્રાપ્ત થાય ? એક-એક દિવસે કર્મમાસ સંબંધિ - અવમરાત્ર સંબંધિ ૬૨ ભાગ ૧-૧ થાય છે. તે કઈ રીતે જણાય છે ? ઐરાશિક બળથી, તે આ રીતે - એક-એક દિવસે એક-એક ૬૨ ભાગ (0) - ૨ ભાગ)