________________
८२
ज्योतिष्करण्डकम् પરિભોગો પ્રવર ઔષધિ આદિથી જાણવા. જિન-ચક્રી-વાસુદેવો સર્વે એમાં થયા. દુષમાનો કાળ ૨૧ હજાર વર્ષનો છે અને તેટલો જ કાળ અતિદુઃષમાનો પણ છે.” | ૮૭ હવે અસંખ્યય કાળનો ઉપસંહાર અને અનંતકાળ જણાવે છે. આ પૂર્વ કહેલો કાળ અસંખ્ય જાણવો અને જે તેના ભેદો સુષમસુષમાદિ સાગરોપમ પ્રમાણ છે તે પણ અસંખ્યકાળ રૂપ જાણવા. હવે, એના પછી-અસંખ્યય કાળ પછી ફરી અવસર્પિણી-ઉત્સર્પિણી કાલાન્તર પ્રવૃત્તિ લક્ષણ ગુણથી અર્થાત્, સિદ્ધાંતમાં કહેલ ઉત્કૃષ્ટ અસંખ્યાતાસંખ્યાતપ્રમાણ ઉત્સર્પિણીના અતિક્રમ પછી ફરી અવ-ઉત્સર્પિણી પ્રવૃત્ત થતાં પાછળનો સર્વકાળ વિવક્ષિત કાળથી માંડીને અનંત થાય છે. તાત્પર્ય - અસંખ્યોત્સર્પિણી-અવસર્પિણી પ્રમાણકાળ અસંખ્ય અને અનંતોત્સ-અવસર્પિણી સ્વરૂપ કાળ અનંત જાણવો. | ૮૯ || આ બધા કાળ વિભાગો સર્વે પણ પ્રત્યેક યુગના આરંભે શરૂ થાય છે, અને પ્રત્યેક યુગના અંતે સમાપ્ત થાય છે. અર્થાત્ - સુષમસુષમાદિ છએ કાળ વિભાગો સર્વે પ્રત્યેક યુગના પ્રારંભે પ્રથમતાથી પ્રતિપાદિત થાય છે અને યુગના અંતે પૂર્ણ થાય છે, તથા આ જ જ્યોતિષ્કરંડકના ટીકાકાર પાદલિપ્તસૂરિ કહે છે - “આ સુષમ સુષમાદિ અાવિશેષો યુગાદિની સાથે પ્રવર્તે છે અને યુગાંતની સાથે સમાપ્ત થાય છે. | 0 |
આ સંખ્યાત-અસંખ્યાત-અનંતરૂપ કાલ વિશેષો કાલકુશલ બનવાની ઇચ્છાવાળા એ જાણવા યોગ્ય થાય છે.
શ્રીમલયગિરિવિરચિત જ્યોતિષ્કરંડક ટીકામાં માનાધિકાર
યુક્ત બીજું પ્રાભૃત સાનુવાદ સમાપ્ત. ૨ ll