________________
अधिकार त्रीजो - अधिकमासनी निष्पत्ति જે વિશ્લેષ થાય છે અર્થાત્ સૂર્યમાસ ૩૦',-ચંદ્રમાસ ૨૯/.. કરતાં જે વધે છે તે ત્રીશથી ગુણતાં એક અધિકમાસ થાય છે. અહીં વિશ્લેષ કરતાં જે બચે તેને પણ ઉપચારથી વિશ્લેષ કહેવાય છે. ત્યાં સૂર્ય માસના પ્રમાણમાંથી ૨૯૨, દિવસ સંબંધી ચંદ્રમાસ બાદ કરાય છે એટલે ' , ભાગ ન્યૂન દિવસ રહ્યો. તેને ૩૦ થી ગુણતાં ,, ભાગ થયા તેને ૩૦ દિવસથી ભાગ કરવો એટલે ૨૯૨)., ભાગ શેષ રહેશે. આટલા પ્રમાણનો ચાંદ્રમાસ છે એ રીતે સૂર્યસંવત્સરના ૩૦ માસ થતા એક અધિકમાસ થાય છે અને બીજો પણ તે રીતે થાય છે. તે ૯૨ ||
પ્રથમ અધિકમાસ ત્રીજા સંવત્સરમાં પોષ થાય છે, બીજો પાંચમામાં અષાઢ થાય છે તેથી યુગમાં ૨ અભિવર્ધિત સંવત્સરો થાય છે અને તે પ્રતિયુગમાં ચંદ્રમાસની અપેક્ષાએ જેટલા પક્ષો પસાર થતાં પ્રથમ અધિક માસ થાય છે તેટલામાં બીજો થાય છે. એક યુગમાં ૬૦ પક્ષો પસાર યુગના અર્ધમાં એક અધિકમાસ થાય છે, બીજો અધિકમાસ ચંદ્રસંબંધી ૧૨૨ પક્ષો પસાર થતા યુગના અંતમાં થાય છે. જે ૯૩ / અધિકૃત વક્તવ્યતાનો ઉપસંહાર બતાવે છે, આ અધિકમાસની નિષ્પત્તિ ચંદ્રમાસને આશ્રયીને થયેલી છે.
II શ્રીમલયગિરિવિરચિત જ્યોતિષ્કરંડકટીકામાં અધિકમાસની નિષ્પત્તિ નામનું ત્રીજું પ્રાકૃત સાનુવાદ સમાપ્ત થયું