________________
अधिकार चोथो - तिथिनी समाप्ति
ચંદ્રમાં થતી વૃદ્ધિનહાનિનું સ્વરૂપ - ગાથાર્થ - ચંદ્ર અવસ્થિત છે, છે, તેની હાનિવૃદ્ધિ થતી નથી, પણ શુક્લભાવની હાનિ-વૃદ્ધિ થતી દેખાય છે. કૃષ્ણ (કાળું) રાહુનું વિમાન ચંદ્રની ચાર આંગળ નીચે ચાલે છે, તેનાથી ચંદ્ર ક્ષીણ થાય છે અથવા વધે છે એમ જાણવો, તે કારણથી રજતકમળ સમાન પ્રભાવાળા રાત્રિના સુભગ એવા ચંદ્રની નિયત વૃદ્ધિ અને હાનિથી લોકમાં તિથિ' કહેવાય છે. ચંદ્રને ૧૬ ભાગે કરીને અહીં પંદર ભાગ ક્ષીણ થાય છે, તેટલા માત્ર ભાગો જ્યોસ્નામાં-શુક્લપક્ષમાં ફરીથી વધે છે. જે કાળથી ૧૬મો ભાગ ઓછો થાય છે તે તિથિ થાય છે, અને તે જ રીતે વૃદ્ધિમાં પણ થાય છે, આ રીતે તિથિની સમુત્પત્તિ થાય છે, જેટલા ભાગે આનુપૂર્વીથી હાનિ થાય છે અને વૃદ્ધિ થાય છે, તેટલી તિથિઓ થાય છે. તે તિથિઓનાં નામો કહીશું / ૧૦૨ //
ટીકાર્થ : વાસ્તવિક રીતે ચંદ્રમંડલની હાનિ કે વૃદ્ધિ થતી નથી પરંતુ, ચંદ્ર સદા અવસ્થિત જ છે. કારણ કે, ચંદ્રાદિનાં વિમાનો શાશ્વત છે, પ્રશ્ન- તો પછી સાક્ષાત્ વૃદ્ધિનહાનિ કઈ રીતે થાય છે ? ઉત્તર- નજરે દેખાતા શુક્લભાવની હાનિ કે વૃદ્ધિ દેખાય છે નહિ કે સ્વરૂપથી ચંદ્રમંડળની. / ૯૭ છે.
તો આ હાનિ કે વૃદ્ધિ દેખાવાનું શું કારણ છે? અહીં બે પ્રકારનો રાહુ છે – પર્વરાહુ અને ધ્રુવરાહુ, પર્વરાહુ અને તેની વિચારણા ક્ષેત્રસમાસટીકામાં કરી છે, અને જે ધ્રુવ રાહુ છે તેનું વિમાન કાળું છે, અને તે ચંદ્રમંડળના બાસઠ ભાગ સંબંધી ચાર ભાગોને ઢાંકે છે, અને શુક્લપક્ષમાં પ્રતિદિન સોળ ભાગ સંબંધી એક-એક ભાગને પોતાના પંદર-પંદર ભાગમાંથી સરકતો પ્રગટ કરે છે તે કારણે ચંદ્ર કૃષ્ણપક્ષમાં હીન થાય છે અને શુક્લપક્ષમાં વધે છે એમ જાણવું. અર્થાત તે કારણથી ચંદ્રની વૃદ્ધિ-હાનિ જણાય છે તે તાત્વિક નથી. / ૯૮ એને જ સ્પષ્ટ કરે છે - જે કારણથી ચંદ્રમંડળની રાહુના વિમાન દ્વારા કરાયેલા આવરણ-અનાવરણ જનિત વૃદ્ધિનહાનિ છે તે કારણથી રજતકુમુદ સમાન પ્રભાવાળા, રાત્રિસુભગ એવા ચંદ્રની કેટલા સ્વરુપ અનુસાર અને કહેલા ભાગ પ્રમાણાનુસાર હાનિમાં અને વૃદ્ધિમાં લોકમાં તિથિ એમ નિશ્ચિત થાય છે. તે ૯૯ છે. હવે, ભાગનું જ પ્રમાણ જણાવે છે - ચંદ્રમંડળ સંબંધી સોળ ભાગોને રાહુદેવની બુદ્ધિથી વિચારીને તથા જગસ્વભાવથી કૃષ્ણપક્ષમાં આ સોળ ભાગોમાંથી પ્રતિદિવસ એક-એક ભાગ ઘટવા દ્વારા પરિપૂર્ણ પક્ષ-કૃષ્ણપક્ષમાં પંદરભાગોની હાનિ થાય છે, તથા જ્યોત્સના યુક્ત શુક્લપક્ષમાં પ્રતિદિવસ એક એક ભાગ વધવા દ્વારા- પરિપૂર્ણ પક્ષમાં