________________
अधिकार चोथो - तिथिनी समाप्ति
ટીકાર્થઃ ઇચ્છિત તિથિરાશિ બાસઠ તિથિઓથી પરિપૂર્ણ ૬૧ અહોરાત્રવાળી થાય છે. એટલે પરિપૂર્ણ અહોરાત્ર બાદ કરવા માટે દુરથી વિભાગ કરાય છે એમ કરતાં જે શેષ બચે તેને ૬૧ થી ગણવું. કારણ કે, ૬૨ ભાગ કરાયેલી એક-એક તિથિ ૬૧ ભાગ પ્રમાણ હોય છે. અને ૬૧થી ગુણ કરીને દુરથી ભાગ આપવો કારણ દુર ભાગોથી જ પરિપૂર્ણ અહોરાત્ર પાડેલું છે. અને ૬ર ભાગ કરતાં જે અંશો પાછળ બચે છે તેટલા અંશ પ્રમાણ તે દિવસે તિથિ હોય છે. જેમકે - કોઈ પૂછે છે – યુગમાં પ્રથમ ચંદ્ર સંવત્સરમાં અશ્વિન માસે શુક્લપક્ષમાં પાંચમ કેટલા પ્રમાણની હોય છે ? ત્યાં, તિથિરાશિ શરૂઆતથી માંડીને પાંચમ સુધી ૮૦ થાય છે. તેનો ૬૨ થી ભાગ કરવો , પાછળ ૧૮ વધ્યા તેને ૬૧થી ગુણો એટલે યોગ ૧૦૯૮ થાય છે તેને દરથી ભાગ આપો. એટલે પાછળ ૪૪ અંશ બચ્યા, એટલે જ ભાગ પ્રમાણ તે દિવસે પંચમી તિથિ આવી. એમ અન્યત્ર પણ ભાવના કરવી. / ૧૦૬
|| શ્રી મલયગિરિ વિરચિત જ્યોતિષ્કરંડક ટીકામાં તિથિ સમાપ્તિ નામનું ચોથું પ્રાભૃત સાનુવાદ સમાપ્ત .