________________
अधिकार बीजो - घटिकादिनुं प्रमाण
શાત્યાદિ ધાન્યથી નિષ્પન્ન નથી હોતો પરંતુ પૃથ્વીની માટી અને કલ્પવૃક્ષનાં પુષ્પ-ફલો હોય છે ત્યારે વિશ્રસાથી જ શાલિ-ઘઉં-અડદ-મગ વગેરે ધાન્યો થાય છે પરંતુ તે મનુષ્યોના ઉપભોગમાં આવતા નથી. જે પૃથ્વી છે તે સાકરથી પણ અનંતગુણ મધુરતાવાળી છે, અને જે કલ્પવૃક્ષના ફૂલ-ફળોનો સ્વાદ છે તે ચક્રવર્તીના ભોજનથી પણ અધિક ગુણવાળો છે. કહ્યું છે- ભગવન્! તે પુષ્પફળોનો કેવો આસ્વાદ કહ્યો છે? ગૌતમ! ચાતુરંત ચક્રવર્તી રાજાનું લાખોથી બનેલું કલ્યાણ ભોજન જાત છે તે વર્ણોપેત, ગંધોપેત, રસોપેત, આસ્વાદનીય, સંઘાતનીય, સર્વ ઇન્દ્રિય - સર્વગાત્ર પ્રફ્લાદનીય આસ્વાદવાળું છે એનાથી ઇષ્ટતર કહ્યો છે. તેથી પૃથ્વીની માટી અને કલ્પવૃક્ષના પુષ્પ-ફળો તેમનો આહાર છે. તેવો આહાર લઈને પ્રાસાદાદિ સંસ્થાનવાળા જે ગૃહકાર નામના કલ્પવૃક્ષો છે તેમાં સુખપૂર્વક રમણ કરે છે ત્યારે દંશ-મશક-જુ-માંકડ-માખી વગેરે શરીરને ઉપદ્રવ કરનારા જંતુઓ ઉત્પન્ન થતા નથી, જે પણ થાય છે સાપ-વાઘ-સિંહ વગેરે તે પણ મનુષ્યોને બાધા કરતા નથી કે તેઓ પરસ્પર હિંસ્ય-હિંસક ભાવમાં પણ રહેતા નથી. તેઓ કાળના પ્રભાવે રૌદ્રભાવ વિનાના હોય છે અને આ સુષમસુષમામાં આરંભમાં મનુષ્યોનું આયુષ્ય ત્રણ પલ્યોપમ, ઊંચાઈ ત્રણ ગાઉ હોય છે. ત્યારબાદ ક્રમથી હાનિ જાણવી થાવત્ છેડામાં ૨ પલ્યોપમ આયુષ્ય અને ૨ ગાઉ ઊંચાઈવાળા હોય છે ત્યારબાદ સુષમા પ્રવેશે છે એમાં પરિમાણ ૩ સાગરોપમ કોટાકોટી હોય છે. શરૂઆતમાં મનુષ્યો ૨ પલ્યોપમ આયુવાળા અને બે ગાઉ ઊંચાઈવાળા હોય છે ત્યારપછી ક્રમથી ત્યાં સુધી હાનિ કે જ્યાં સુધી અંતમાં ૧ પલ્યોપમ આયુ અને ૧ ગાઉ ઊંચાઈ રહે છે. ત્યારબાદ સુષમદુષમા પ્રવેશે છે. તેનું પરિમાણ ૨ કોટાકોટી સાગરોપમ, શરૂઆતમાં પુરુષોનું આયુ પલ્યોપમ ઊંચાઈ ગાઉ ત્યારબાદ ક્રમથી હાનિ ત્યાં સુધી થાય છે કે જયાં સુધી અંતમાં પૂર્વક્રોડવર્ષ આયુ અને ૫૦૦ ધનુષ ઊંચાઈ રહે છે. આ આરો થોડો બાકી રહે તે છતે ભગવાન પ્રથમ તીર્થંકર થયા. સુષમા અને આ સુષમદુષમાં મનુષ્યોનો ઉપભોગપરિભોગનો સંભવ કલ્પવૃક્ષોથી થાય છે. | ૮૬ | દુષમસુષમામાં પરિમાણરૂપ કાળ આ છે - એક કોટાકોટી સાગરોપમ-બેતાલીશ હજાર વર્ષ ન્યૂન તેમાં મનુષ્યોનું આયુષ્ય પૂર્વપરિમાણથી જ છે અને શરીરની ઊંચાઈ ધનુષની સંખ્યાથી છે. ઉપભોગ-પરિભોગની સંપત્તિ પ્રવરશાલિ ઔષધાદિથી થાય છે. કહ્યું છે- “ત્યારબાદ દુષમસુષમા બેતાલીશ હજાર વર્ષ જૂન ૧ સાગરોપમ કોટાકોટી જિનેશ્વરોએ બતાવેલ છે. તેમાં પુરુષાયુ પૂર્વ પ્રમાણથી તથા શરીરમાણ ધનુષ્ય સંખ્યાથી બતાવેલું વિશેષ સૂત્રમાંથી જાણવું, ઉપભોગ