________________
७४
ज्योतिष्करण्डकम्
सती यावत्प्रमाणा भवति तत्सागरोमस्य-अद्धासागरोपमस्यैकस्य भवति परिमाणमिति ॥८२॥ अनन्तरोदितस्वरूपाणां सागरोपमाणां-सूक्ष्माद्धासागरोपमाणां परिपूर्णा दश कोटीकोट्यो भवन्त्येकस्या अवसर्पिण्याः परिमाणं, यदेव चावसप्पिणीपरिमाणं तदेवोत्सप्पिण्या अपि परिमाणं ज्ञातव्यम्, उत्सपिण्यपि दशसागरोपमकोटीकोटीप्रमाणा ज्ञातव्येत्यर्थः, अवसपिण्यां च समस्ता अपि शुभा भावाः क्रमेणानन्तगुणतया हीयन्ते, अशुभा भावाः क्रमेणानन्तगुणतया परिवर्द्धन्ते, उत्सर्पिण्यां च क्रमेण शुभा भावा अनन्तगुणतया परिवर्द्धन्ते, अशुभाश्च हानिमुपगच्छन्ति, एवं च तयोः शब्दव्युत्पत्तिः-अवसर्पति-क्रमेण हानिमुपपद्यन्ते शुभा भावा अस्यामित्यवसर्पिणी, उत्सर्पन्ति-क्रमेण परिवर्द्धन्ते शुभा भावा अस्यामित्युत्सप्पिणी, अवसपिण्युत्सर्पिण्यः पंचसु भरतेषु पंचस्वैरवतेष्वनाद्यनन्तं कालं परावर्तन्ते, अहोरात्रवत् ॥ ८३ ॥ अवसप्पिण्यामुत्सपिण्यां च प्रत्येकं षट् कालविभागाः ततस्तत्प्ररूपणार्थमाह'छच्चेवे' त्यादि, अस्मिन् भरते, उपलक्षणमेतत् शेषेषु, चान्येषु चतुर्षु भरतेषु पंचसु चैरवतेष्ववसप्पिण्याः 'षडेव' षट्संख्या एव 'कालसमाः' कालविभागरूपा भणितास्तीर्थकरगणधरैः, ततः 'तासां' कालसमानां नामविभक्ति परिणामविधिं च वक्ष्यामि ॥ ८४ ॥ प्रतिज्ञातमेव निर्वाहयति
ગાથાર્થ :- આ પલ્યને દશ કોડાકોડીથી ગુણતાં એક સાગરોપમનું પરિમાણ થાય છે. દશ કોડાકોડી પૂર્ણ સાગરોપમથી એક અવસર્પિણીનું અને ઉત્સર્પિણીનું માપ થાય છે. ભરતક્ષેત્રમાં અવસર્પિણીમાં છ કાળસમા (આરા) કહેલા છે. તેમના નામ તેમજ परिभाविlu ly. ॥ ८२-८४ ॥
ટીકાર્થ :- આ પલ્યોને દશકોડાકોડીથી ગુણતાં જેટલું પ્રમાણ થાય તે એક અદ્ધાસાગરોપમનું પરિમાણ છે. આવા દશ કોડાકોડી સૂક્ષ્મ અદ્ધાસાગરોપમથી એક અવસર્પિણીનું પરિમાણ થાય છે અને તેટલું જ એક ઉત્સર્પિણીનું પરિમાણ જાણવું. અવસર્પિણીમાં બધા જ શુભ ભાવો અનુક્રમે અનન્તગુણપણે ઘટતા જાય છે અને અશુભભાવો ક્રમથી અનંતગુણપણે વધે છે અને ઉત્સર્પિણીમાં ક્રમથી શુભભાવો વધે છે અને અશુભ ભાવો અનંતગુણપણે અનુક્રમે ઘટતા જાય છે. આ પ્રમાણે તે બંનેની શબ્દ વ્યુત્પત્તિ- અનુક્રમે જેમાં શુભભાવો ઘટે છે જેમાં તે અવસર્પિણી અને ક્રમથી વધે છે શુભ ભાવો જેમાં તે ઉત્સર્પિણી, આ અવસર્પિણી-ઉત્સર્પિણી પાંચ ભરત અને પાંચ ઐરવતોમાં અનાદિ-અનંતકાળ અહોરાત્રની જેમ પરિવર્તિત થાય છે. આ બંનેમાં પ્રત્યેક છ કાળ વિભાગો તીર્થંકર-ગણધરોએ કહેલા છે તેમની નામવિભક્તિ અને પરિમાણ વિધિ (नमो भने प्रभार) वे ly. ॥ ८४ ॥