________________
अधिकार बीजो - घटिकादिनुं प्रमाण
થાય એમાં ઉપરનો 1 ઉમેરતાં ભાગો થાય છે એ પહેલાં કહેલું જ છે ત્યારબાદ આવેલા ૪૭ને ૧૨૪માં ઉમેરવા એટલે ૧૭૧ થશે તેનો પ૭ થી ભાગ કરતા ૩, ભાગ પ્રાપ્ત થયા આટલાથી હીન ૩ર અહોરાત્રો થયા. અર્થાત્ ૩૧ અહોરાત્ર ૨૪ ભાગ જેટલા અહોરાત્રો એક અભિવર્ધિત માસનું પ્રમાણ થાય છે.
સૂર્યાદિ માસમાં મુહૂર્તાદિનું પ્રમાણ :- સૂર્યમાસમાં ૩૦ અહોરાત્ર તેને ૩૦ થી ગુણતાં સર્વસંખ્યાથી ૯૧૫ મુહૂર્ત થાય છે. એક એક મુહૂર્તમાં ૨ ઘટિકા એટલે ઘટિકાનું પ્રમાણ ૯૧૫ X ૨ = ૧૮૩૦ થયું. મેયરૂપે ૧ મુહૂર્ત = ૪ આઢક એને ૯૧૫થી ગુણતાં ૩૬૬૦ આઢક ૧ સૂર્યમાસના થાય. તોલ્યરૂપે ૧ અહોરાત્રમાં ૩ ભાર તેને ૩૦ થી ગુણતાં ૯૧ ભાર થાય છે.
કર્મ માસમાં ૩૦ અહોરાત્રો તેને ૩૦ થી ગુણતાં ૯૦૦ મુહૂર્ત થાય તેની ઘટિકા કરવા ૨ થી ગુણતાં ૧૮૦૦ ઘટિકા થાય છે, ૧ મુહૂર્તના ૪ આઢક તેને ૯૦૦થી ગુણતાં મેયરૂપે ૩૬૦૦ આઢક થાય છે. તોલ્યરૂપે ૩૦ અહોરાત્રને ૩ ભારથી ગુણતાં ૯૦ ભાર પ્રમાણ થાય છે.
ચંદ્રમાસમાં ૨૯ અહોરાત્ર તેને ૩૦ થી ગુણતા થયા ૮૭૦ ઉપરના ૩૨ ભાગોને ૩૦ થી ગુણવા થયા ૯૬૦ તેના મુહૂર્ત લાવવા ૬૨થી ભાગતા ૧૫ મુહૂર્ત આવ્યા. તેને ઉપરના ૮૭૦ સાથે મેળવતા કુલ મુહૂર્ત ૮૮૫ ઉપર ૩૦ અંશ શેષ રહ્યા એને ઘટિકા લાવવા ૨ થી ગુણતાં ૧૭૭૦ આટલું ચંદ્રમાસમાં ઘટિકા પ્રમાણ. મુહૂર્તના આઢક લાવવા ૪ થી ગુણતાં ૮૮૫ ૪ ૪ = ૩૫૪૦ ઉપરના ૩૦ ને ૪ થી ગુણતાં ૧૨૦ તેનો ૬રથી ભાગ આપતાં ૧ આઢક આવે. તેને ઉપરનામાં ઉમેરતાં ૩૫૪૧ આઢક શેષ બચે છે. કુલ આઢક સંખ્યા ૩૫૪૧ છે તોલ્યરૂપે અહોરાત્રો ૨૯ તેને ભાર લાવવા ૩ થી ગુણવા ૨૯ X ૩ = ૮૭ તથા ઉપરના ૩૨ ને ૩ થી ગુણતાં ૯૬ થયા. તેના ભાર લાવવા ૬૨ થી ભાગતાં ૧ આવ્યો તેને ૮૭માં ઉમેરતાં કુલ ભાર ૮૮ ઉપર : થયા.