________________
૬૦
ज्योतिष्करण्डकम् मन्यूनाधिकानि पञ्च वर्षाणि भवन्ति, मकारोऽलाक्षणिकः, संवत्सरपञ्चकप्रतिपत्त्यर्थं चन्द्रचन्द्राभिवर्द्धितचन्द्राभिवधितरूपं प्राग्व्यावणितं ततस्तेन युगेन परिभाव्यमानो वर्षशतादिकः कालविशेषः सूर्यसंवत्सरगणनया तुल्य इति परिभाव्य 'युगेन' अनन्तरोदितस्वरूपेण सर्वमद्धाविशेषं पूर्वसूरयो गणयन्ति, 'तुः' पूरणार्थः, ततः परमार्थतः सर्वोऽपि कालविशेषः सूर्यसंवत्सरप्रमातव्य इति न कश्चिद्दोषः ॥ ६१ ॥ सम्प्रत्युत्तरः कालविशेषश्चिन्त्यते, तत्रानन्तरोदितस्वरूपैश्चतुर्भिर्युगैर्विंशतिवर्षाणि पञ्च विंशतीनि वर्षशतं दश वर्षशतानि वर्षसहस्त्रं शतं वर्षसहस्राणां वर्षलक्षं चतुरशीतिवर्षलक्षाण्येकं पूर्वाङ्गं चतुरशीतिः पूर्वाङ्गलक्षाणि पूर्वं, तथा चैतदेवाह
ગાથાર્થ :- સર્વે કાલવિશેષો, આયુષ્ય પ્રમાણો, કર્મોની સ્થિતિ અને સર્વે સમાવિભાગો સૂર્ય પ્રમાણથી જાણવા. જે ખરેખર, સૂર્યથી અન્યૂનાધિક પાંચ વર્ષનું યુગ છે તે યુગથી સર્વે અદ્ધ વિશેષ ગણાય છે.
ટીકાર્ય - વર્ષ, સો વર્ષ, હજાર વર્ષ આદિ જે સર્વે કાળવિશેષો અને જે તિર્યંચ, નર, અમરોનાં આયુષ્યના પ્રમાણો સિદ્ધાંતમાં વર્ણવાય છે અને જે જ્ઞાનાવરણીયાદિ કર્મોની સ્થિતિઓ ત્રીસ કોટાકોટિ સાગરોપમ પ્રમાણ અને જે ઉત્સર્પિણી-અવસર્પિણીમાં સુષમસુષમાદિ રૂપ વિભાગો છે તે સર્વે સૂર્યસંવત્સરપરિમાણના માપથી જાણવા.
પૂર્વે જે ચન્દ્ર, ચન્દ્ર, અભિવર્ધિત, ચન્દ્ર, અભિવર્ધિત રૂપ પાંચ સંવત્સર પ્રમાણ યુગ વર્ણવ્યું હતું. તે યુગથી ઉત્તર સર્વ કાળવિશેષ ગણાય છે, કહ્યું છે – “વીસ યુગોના સો વર્ષ દસ સો (હજાર) વર્ષ વગેરે તો સર્વ કાળવિશેષો સૂર્યમાનથી જાણવા એમ કેમ કહેવાય છે ? જણાવે છે તે પૂર્વે વર્ણવાયેલા સ્વરૂપવાળું યુગ સૂર્યસંવત્સરથી પરિભાવ્યમાન અન્યૂનાધિક પાંચ વર્ષનું હોય છે. સંવત્સરપંચક જાણવા માટે ચન્દ્રાદિ પહેલાં વર્ણવ્યું છે તેથી તે યુગથી પરિભાવ્યમાન સો વર્ષાદિક કાલવિશેષ સૂર્યસંવત્સર ગણના તુલ્ય છે એમ વિચારી કહ્યા સ્વરૂપના યુગથી સર્વ અદ્ધાવિશેષને પૂર્વાચાર્યો ગણે છે. એટલે વાસ્તવિક રીતે સર્વકાળવિશેષની વિચારણા સૂર્યસંવત્સરથી કરાય છે એમાં કોઈ દોષ નથી. || ૬૧ //
હવે, ઉત્તર કાળવિશેષ વિચારીએ, ત્યાં ચાર યુગના ૨૦ વર્ષો થાય છે. પાંચવીશીના ૧૦૦ વર્ષ, ૧૦ સો વર્ષના હજાર વર્ષ, ૧૦૦ હજાર વર્ષના લાખ વર્ષ, ચોરાશી લાખ વર્ષનું એક પૂર્વાગ, ચોરાશી લાખ પૂર્વગોનું એક પૂર્વ થાય છે, એ વાત જણાવે છે.