________________
अधिकार बीजो - घटिकादिनुं प्रमाण
५५
અઢારસો સાઈઠ (૧૮૬૦) તિથિઓ થાય છે. કઈ રીતે ? સૂર્ય એક-એક અધમંડલને એક અહોરાત્રમાં પૂર્ણ કરે છે તે અહોરાત્રના ૬૦ ભાગો કરવા, તેમાં અહોરાત્રગત ૫૯ ભાગો એક તિથિનું પરિમાણ છે. એટલે દરેક અહોરાત્રે એક-એક સાઈઠ ( ૧૦) ભાગ વધે છે. યુગમાં અઢારસો ત્રીસ (૧૮૩૦) અહોરાત્રો છે. એકસઠ ભાગો પણ વધતા આટલા પ્રાપ્ત થાય છે. એટલે એમને તિથિ કરવા માટે એકસઠથી ભાગ કરતા ૩૦ તિથિઓ આવી. તે અહોરાત્ર રાશિના ઉપર અધિકપણે નાંખવા એટલે યથોક્ત તિથિપરિમાણ ૧૮૩૦ + ૩૦ = ૧૮૬૦ આવ્યું તથા તે એક જ યુગમાં અહોરાત્રો ૧૮૩૦ હોય છે, તે રીતે એક યુગમાં અન્યૂનાતિરિક્ત પાંચ સૂર્યવ થાય છે એક-એક સૂર્યવર્ષમાં ૩૬૬ અહોરાત્રો તેને ૫ થી ગુણતાં યથોક્ત અહોરાત્ર પરિમાણ થાય છે કે પ૬ ||
આદિત્યમાસથી વિભાજિત થતા એક યુગમાં ૬૦ માસો થાય છે. જેમ કેસૂર્યમાસમાં ૩૦ અહોરાત્ર છે, યુગમાં ૧૮૩૦ અહોરાત્ર તેમનો ૩૦ સાથે ભાગ કરતા ૬૦ માસ થાય. તથા ઋતુ સંવત્સરના માસોથી ભાગ કરતા યુગમાં ૬૧ માસો થાય છે, ઋતુમાસ ૩૦ અહોરાત્રનો છે. ૧૮૩૦ ને ૩૦ થી ભાગ કરતાં યથોક્ત માસ પ્રમાણ આવે છે. ચંદ્ર સંવત્સરના માસથી ભાગ કરતા યુગમાં ૬૨ માસો થાય છે. ચંદ્રમાસનું પરિમાણ ૨૯ અહોરાત્ર છે. ૨૯ દિવસના ૬૨ ભાગ કરવા માટે ૬૨થી ગુણવા એટલે ૧૭૯૮ થશે તેમાં ૩ર ઉપરના ભાગો નાખવા એટલે ૧૮૩૦ સંખ્યા થશે. અને જે યુગના ૧૮૩) અહોરાત્રો છે તે પણ ૬૨થી ગુણવા એટલે ૧૧૩૪૬૦ સંખ્યા થાય છે એનો ૧૮૩૦થી ભાગ કરતાં ૬૨ ચન્દ્રમાસો પ્રાપ્ત થાય છે, તથા નક્ષત્રમાસ ગણતરી કરતાં યુગમાં સર્વસંખ્યાથી ૬૭ નક્ષત્રમાસો થાય છે. ૧ નક્ષત્રમાસના ૨૭-1 અહોરાત્ર. તેના ૬૭ ભાગ કરવા ૬૭ થી ગુણવા ૨૭ X ૬૭ =
૧૮૦૯ એમાં ઉપરના ૨૧ ઉમેરતાં ૧૮૩૦ થાય છે અને યુગના ૧૮૩૦ અહોરાત્રોને પણ ૬૭થી ગુણતા ૧૨૨૬૧૦ સંખ્યા થશે એને પણ નક્ષત્ર માસ સંબંધિ ૬૭ ભાગ રૂપી ૧૮૩૦થી ભાગતાં ૬૭ માસો પ્રાપ્ત થાય છે. | ૫૮ ||
અભિવર્ધિત સંવત્સર સંબંધી માસની ગણતરીમાં યુગમાં સર્વસંખ્યાથી ૫૭ માસો તેમજ ઉપર ૭ અહોરાત્ર ૧૧૧૩ મુહૂર્ત જેટલા થાય છે. તે આ રીતે - ૧ અભિવર્ધિત